ધ પ્લેનેટ વિનસ એટલે કે શુક્ર…કે જેને પૃથ્વીની ’જુડવા બહેન’ કહેવામાં આવે છે. પૃથ્વીની સૌથી નજીક રહેલા શુક્ર ગ્રહએ હંમેશા મનુષ્યને આકષ્ર્યા છે. અહીંના અદભુત રહસ્યોને ખુલ્લા પાડવા વૈજ્ઞાનિકો સતત મથામણ કરતા રહ્યા છે. ત્યારે હવે 30 વર્ષ પછી ફરી શુક્ર ગ્રહ પર નાસાએ 2 મિશન મોકલવા પર કામગીરી શરૂ કરી દીધી છે.
મંગળ પર ઈતિહાસ રચ્યા બાદ હવે યુએસની અંતરિક્ષ એજન્સી નાસા શુક્રના રહસ્યોનું અનાવરણ કરવા માંગે છે. નાસા લગભગ 30 વર્ષ પછી, શુક્ર તરફ બે નવા અવકાશયાન મોકલવા જઈ રહ્યું છે. આ બંને મિશન માટે આશરે 500 મિલિયન ડોલરનો ખર્ચ થશે. માનવામાં આવી રહ્યું છે કે આગામી 10 વર્ષમાં આ બંને મિશન મોકલવામાં આવશે.
પૃથ્વીની બહેન ‘નરક’ જેવી શા માટે ? અદભૂત રહસ્યો પરથી પડદો હટાવવા નાસાએ શરૂ કરી આ કામગીરી
વર્ષ 2030ના અંત સુધીમા ડેવિન્સી પ્લસ અને વેરિટાસ નામના બે મિશન તૈયાર થઈ જશે
નાસાના ચીફ એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે આ બંને મિશનનું નામ ડેવિન્સી પ્લસ અને વેરિટાસ રાખવામાં આવ્યું છે. નાસાએ એક નિવેદનમાં કહ્યું, ’આ મિશનનો ઉદ્દેશ શુક્ર ગ્રહને સમજવાનો છે, જેથી જાણી શકાય કે પૃથ્વી જેવી અનેક સુવિધાઓ હોવા છતાં પણ આ ગ્રહ “નરક” જેવો શા માટે થઈ ગયો છે. તેના પર અભ્યાસ કરાશે. શુક્ર સૂર્યમંડળનો પ્રથમ ગ્રહ હોઈ શકે છે જ્યાં લોકો જીવી શકે છે. શુક્ર પૃથ્વી જેવા મહાસાગરો અને આબોહવા ધરાવે છે.
અવકાશ એજન્સીએ નાસાએ જણાવ્યું કે ડેવિન્સી + અવકાશયાન શુક્ર ગ્રહના વાતાવરણનું મૂલ્યાંકન કરશે અને તે કેવી રીતે બન્યું તે જાણવાનો પ્રયાસ કરશે. આ પૃથ્વી પર ક્યારેય પૃથ્વી જેવું મહાસાગર હતું કે નહીં તે પણ શોધી શકાશે. શુક્રના વાતાવરણમાં હિલીયમ, નિયોન અને ક્રિપ્ટન જેવા મહત્વપૂર્ણ વાયુઓ શોધવાનો પ્રયત્ન કરશે. વર્ષ 2020ની શરૂઆતમાં, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે શુક્ર પર ફોસ્ફિન ગેસ મળી આવ્યો છે. જો કે, પાછળથી આ દાવો સાચો નીકળ્યો નહીં.