બ્રહ્માંડ જેટલું વિશાળ છે, એની અંદર એટલાજ રહસ્ય છુપાયેલા છે. આ રહસ્ય ઉકેલવા માટે ઘણાબધા વૈજ્ઞાનિકો મેહનત કરી રહ્યા છે. આમાં NASAને એક મોટી સફળતા હાથ લાગી છે. જેમાં NASA મંગળ ગ્રહ પર પ્રથમ વખત હેલિકોપ્ટર ઉડાડવાનો પ્રયત્ન કરશે.
મળતી માહિતી મુજબ, જો બધુ યોજના પ્રમાણે ચાલે તો, 4 પાઉન્ડ (1.8 કિલો)નું રોટરક્રાફ્ટ રવિવારે બપોરે 12:30 વાગ્યે મંગળના જેજેરો ખડક પરથી ઉડાન ભરશે. તે શરૂઆતની 30 સેકંડ સુધી સપાટીથી 10 ફુટ(3 મીટર) ઉંચે ઉડશે.
દક્ષિણ કેલિફોર્નિયામાં NASAની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના મિશન કંટ્રોલ નિષ્ણાતો એ આપેલી માહિતી મુજબ, બીજા દિવસે સવારે 4:15 વાગ્યે EDT( PDT મુજબ 1:15 વાગ્યે)થી પ્રથમ ઉડાનનો પ્રયાસ કરવામાં આવશે. NASA આ ઉડાનનું લાઇવ કવરેજ પ્રસારિત કરશે.
NASAએ ટ્વિટ કરી જાણકારી આપી કે, “તેઓ હેલિકોપ્ટરના પરીક્ષણથી લઈ બીજી બધી ત્યારીઓ સંપૂર્ણ રીતે કરી છે. રોવર પર્સેપ્શન દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટમાં તેણે કહ્યું કે, “મારી પાસે આ હેલિકોપ્ટરની ઉડાન પર નજર રાખવા માટે ઝૂમ કેમેરો હેલિકોપ્ટર સાથે કનેક્ટ કર્યો છે. જેનું સીધું પ્રસારણ અમે અહીંયા બેસી જોઈ શકીશુ.”
મંગળ પર હેલિકોપ્ટર ઉડાન ભરવીએ ટેક્નિકલ ક્ષેત્ર માટે ખુબ જોખમ ભર્યું પગલું છે. વૈજ્ઞાનિકોના પ્લાલિંગ મુજબ જો ઉડાન ભરવામાં આવી તો, આ સફર 30 દિવસની રહશે. તમને જણાવી દઈએ કે, પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ પર આની પેલા ક્યારેય હેલિકોપ્ટર ઉડાડવામાં આવ્યું નથી. મંગળ પરની આ ઉડાનની ઉંચાઈનો માપ પૃથ્વી પર 30,000 મીટર ઉંચી ઉડાન જેટલું છે. અને આ એક ઐતિહાસિક ઉડાન હશે.
મંગળ ગ્રહ પર હેલિકોપ્ટરની 30 દિવસની ઉડાનવારી સફરમાં અલગ અલગ જગ્યા પર ફરીને માહિતી એકત્રિત કરશે. ત્યાં જેટલી પણ માહિતી મળશે અથવા જે ફોટો ગ્રાફ્સ અને વિડિઓ ઉતારવામાં આવશે તે બધા NASA ના કંટ્રોલ રૂમમાં સીધા પ્રસારિત થશે.