નાસાના ૨૦૨૦ મંગળ મિશન હેઠળ રીમોટ કંટ્રોલથી કાર જેવડા હેલીકોપ્ટર ઉડાડાશે.
મંગળની સપાટી ઉપર ટુચકડા હેલીકોપ્ટરના માધ્યમથી સંશોધન કરવાનો પ્રોજેકટ ઈન્ટરનેશનલ સ્પેસ એજન્સી નાસાનો છે.
વર્ષ ૨૦૨૦ના મંગળ મિશન હેઠળ નાસા નેકસ્ટ જનરેશનના રોવર મંગળની સપાટી ઉપર ઉતારશે. નાસા દ્વારા મંગળના વાતાવરણમાં ઉડાડવામાં આવનારા હેલીકોપ્ટરનું સંચાલન રિમોટ કંટ્રોલના માધ્યમથી થશે.
મંગળ ઉપર સંશોધન માટે ખાસ પ્રકારના હેલીકોપ્ટરની રચના કરવામાં આવી છે. મંગળના વાતાવરણમાં ટેક ઓફ અને ટેક ઓન કરી શકે તે પ્રકારના હેલીકોપ્ટર બનાવાયા છે.
જેનું વજન ૧.૮ કિલોગ્રામ રહેશે. આ હેલીકોપ્ટરના પંખા ૩ હજાર આરપીએમના મદદથી ફરશે જે પૃથ્વી ઉપરના હેલીકોપ્ટરની તાકાત કરતા ૧૦ ગણી વધુ છે.
પૃથ્વીની સપાટીથી આકાશમાં હેલીકોપ્ટર ઉડવાનો રેકોર્ડ ૪૦,૦૦૦ ફુટનો છે. જયારે મંગળનું વાતાવરણ પૃથ્વીની સરખામણીએ માત્ર ૧ ટકા જેટલું જ છે માટે જયારે મંગળ ઉપર હેલીકોપ્ટર ઉડશે ત્યારે તેની ઉંચાઈ ૧ લાખ કિ.મીની રહેશે.
હેલીકોપ્ટરનું કદ કાર જેટલું રહેશે. હાલ આ પ્રકારના હેલીકોપ્ટરનું પરીક્ષણ નાસા કરી રહ્યું છે. પૃથ્વી પરનું કોઈ વાહન અન્ય ગ્રહ ઉપર ઉડતું હોય તેવું પ્રથમ વખત બનશે.
મંગળ ઉપર ઉડાડવામાં આવનાર હેલીકોપ્ટરોમાં ચાર્જીંગ માટે ઈથીનીયમ બેટરી રહેશે જે સુર્યઉર્જાથી ચાર્જ થઈ શકશે. નાસાનું મંગલ મિશન ૨૦૨૦માં લોન્ચ થશે. કલોરીડા ખાતેના એરફોર્સ સ્ટેશન પરથી રોકેટ લોન્ચ કરવામાં આવશે જે મંગળ સુધી ફેબ્રુઆરી ૨૦૨૧માં પહોંચશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com