સૂર્યની ધરી ઉપરની ગરમી અંગે મેળવાશે વિગતો
આગામી વર્ષે સૂર્ય પર પોતાના પ્રમ રોબોટિક અંતરિક્ષયાનને મોકલવાની યોજનામાં વ્યસ્ત છે. સૂર્યના વાતાવરણની તપાસ કરવા માટે આ અંતરિક્ષયાનને ૬૦ લાખ કિલોમીટર સુધી મોકલવાની યોજના છે. નાસા ચંદ્ર, મંગલ અને અન્ય ગ્રહ પર પણ વ્યક્તિ સો અંતરિક્ષયાન મોકલી ચુક્યું છે. હવે નાસાની યોજના સૂર્ય પર સોલર પ્રોબ પ્લસ મિશન મોકલવાની તૈયારીમાં વ્યસ્ત છે. સૂર્ય પૃથ્વીથી અંદાજે ૧૪.૯૦ કરોડ કિલોમીટર દુર છે.
નાસાના સ્પેશ ફ્લાઈટ સેન્ટરના રીસર્ચ વૈજ્ઞાનિક એરિક ક્રિશ્ચયનના જણાવ્યા અનુસાર ’ આ સૂર્ય પર જનારું આ અમારું પ્રથમ મિશન છે.’ અમે સૂર્યની ધરી સુધી નથી પહોંચી શકવાના પરંતુ એટલા નજીક તો ચોક્કસ પહોંચીશું કે ત્રણ સવાલના જવાબ અમને મળી શકે. આ મિશન સંભવત એ બાબતનો જવાબ આપશે કે સૂર્યની ધરી તેના વાતાવરણ જેટલી ગરમ કેમ ની.
નાસાના જણાવ્યા અનુસાર સૂર્યની ધરીનું તાપમાન ૫૫૦૦ ડીગ્રી સેલ્શીયસ છે.જયારે તેના વાતાવરણની ગરમી ૨૦ લાખ ડીગ્રી સેલ્સિયસ છે. લાઈવ સાયન્સ રીપોર્ટ અનુસાર વૈજ્ઞાનિક એ પણ જાણવા માંગે છે કે સૌર હવાને ગતિ કઈ રીતે અને ક્યાંથી મળે છે. આ મિશનનો ઉદ્દેશ સૂર્ય ઘણી વાર વધારે પ્રમાણઉર્જા કિરણ પેદા કરે છે તેનો અભ્યાસ કરવાનો છે. આ ઉર્જા કિરણો અંતરિક્ષયાત્રીઓ અને અંતરિક્ષયાન માટે પણ કયારેક ખતરારૂપ સાબિત ઈ શકે છે.