નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન કોડનાનીના બચાવ પક્ષે સાક્ષી તરીકે જુબાની આપવા માટે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સ્પે.કોર્ટમાં હાજર રહેવા કોર્ટ સંકુલ પહોંચ્યા હતા. અમિત શાહ હાજર રહેવાના હોવાથી કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમિત શાહને સાક્ષી તરીકે હાજર રહેવા માયાબેનની અરજી

નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન તરફે અમિત શાહને સાક્ષી તરીકે જુબાની આપવા માટે બોલાવવા જુલાઇ માસમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, 28 ફેબ્રુઆરી 2002 ના રોજ નરોડા ગામમાં તોફાનો થયા ત્યારે તેઓ વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી ત્યાં હાજર હતાં.

અમિત શાહ વિધાનસભામાં હાજર હતા

માયાબેને અરજી કરી હતી કે, ‘એ વખતે અમિત શાહ પણ વિધાનસભામાં હાજર હતાં. અને અમે બન્ને જણા પોતપોતાની ગાડીમાં સોલા સિવિલ ખાતે કારસેવકોની બોડી લાવવામાં આવી હોવાથી ત્યાં ગયાં હતાં. નરોડા ગામમાં જે બનાવ બન્યો ત્યારે હું ઘટના સ્થળે હાજર નહોતી. આથી મારી હાજરી વિધાનસભા અને સોલા સિવિલમાં હોવા અંગે અમિત શાહને સાક્ષી તરીકે જુબાની માટે બોલાવવા જરૂરી છે.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.