નરોડા ગામ કેસમાં અમિત શાહએ કોર્ટમાં નિવેદન આપતા કહ્યું કે માયાબેન વિધાનસભામાં હતા
માયાબેને અરજી કરી હતી કે, ‘એ વખતે અમિત શાહ પણ વિધાનસભામાં હાજર હતાં. અને અમે બન્ને જણા પોતપોતાની ગાડીમાં સોલા સિવિલ ખાતે કારસેવકોની બોડી લાવવામાં આવી હોવાથી ત્યાં ગયાં હતાં. નરોડા ગામમાં જે બનાવ બન્યો ત્યારે હું ઘટના સ્થળે હાજર નહોતી. આથી મારી હાજરી વિધાનસભા અને સોલા સિવિલમાં હોવા અંગે અમિત શાહને સાક્ષી તરીકે જુબાની માટે બોલાવવા જરૂરી છે.’