સૌની યોજના અંતર્ગત રાજકોટની જીવાદોરી સમાન આજીડેમને ફરી નર્મદાના નીરથી ભરી દેવા રાજય સરકાર દ્વારા મંજુરી અપાયા બાદ આજે વહેલી સવારે નર્મદા મૈયાનું ત્રંબા ખાતે આગમન થયું હતું. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને વોટર વર્કસ સમિતિના ચેરમેન દલસુખભાઈ જાગાણી તથા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ સહિતના અગ્રણીઓએ આજે સવારે ત્રંબા ખાતે નર્મદા મૈયાના હોંશભેર વધામણા કર્યા હતા. ફરી આજીડેમને નર્મદાના નીરથી ભરવાનું શ‚ થતા આસપાસના ગ્રામજનોમાં પણ ભારે હોંશ જોવા મળી રહ્યો છે.
Trending
- શરથ જોઈસને બનવું હતું ક્રિકેટર અને બની ગયા વૈશ્વિક યોગગુરુ
- દેશભરમાં હાહાકાર મચાવનાર ડિજિટલ એરેસ્ટ કૌભાંડમા ચાઈનીઝ ગેંગ મુખ્ય સૂત્રધાર
- 70 વર્ષથી વધુ વયના વડિલો માત્ર આધાર કાર્ડ રજુ કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે
- Okha: બેટ ગુરુદ્વારા મંદીરે કરાઈ ગુરૂનાનક જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી
- ખબર છે!!! ગુજરાતના દીપડાને ક્યાં કાંડનાં લીધે થઈ આજીવન કેદ..?
- અમારી લડત કૌભાંડ સામે છે, ડિરેક્ટર પદ માટે નહિં: કલ્પક મણિયાર
- જૂનાગઢ મહાપાલિકા અને 79 પાલિકામાં નવા સિમાંકન મુજબ બેઠકોની ફાળવણી
- ગુજરાતના આદિવાસીઓના ઘરમાં જોવા મળે છે અનોખી ઘડિયાળ