ગોંડલ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની કિશાન મોરચાની બેઠક યોજાઈ
રાજકોટ જીલ્લા ભાજપ કિશાન મોરચા દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની બેઠક જીલ્લાના કિશાન મોરચાના અધ્યક્ષ વિજયભાઈ કોરાટના અધ્યક્ષ સ્થાને આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના પ્રદેશ પ્રભારી જયંતીભાઈ કવાડીયા, કિશાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ બાબુભાઈ જેબલીયા, કિશાન મોરચાના પ્રદેશ મહામંત્રી રમેશભાઈ મુંગરા, સૌરાષ્ટ્ર પ્રભારી શરદભાઈ અને વિનુભાઈ, પ્રદેશ મંત્રી રાજભા તથા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી સંગઠનાત્મક અને આગામી ૨૦૧૯ ચૂંટણીને અનુલક્ષીને ચિંતન મનન કર્યું હતુ.
આ બેઠકને ગુજરાત પ્રદેશ પ્રભારી જયંતીભાઈ કવાડીયાએ કોંગ્રેસના શાસનને યાદ કરતાં જણાવ્યું હતુ કે ખેડુતોએ જયારે જયારે લાઈટ વીજળી પાણી પાકવીમાની માંગણી કરી છે. ત્યારે કોંગીએ આપણા ધરતીપુત્રોને લાઠીઓ અને ગોળીઓ વિંઝી છે.
કોંગ્રેસે તેનો ઈતિહાસ જોઈ લેવો જોઈએ ભાજપ સરકારે ૨૪ કલાક સીંગલ ફેસમાં ખેડુતને સસ્તા દરે વિજળી આપે છે. ખેડુતોના વીજ બીલમાં કોઈ વધારો નહિ અને અત્યાર સુધીમાં ભાજપ સરકારે ૧૦ વર્ષના ૧૨૫ હજાર કરોડની રકમ ખેડુતો અને ગરીબો માટે ભાજપ સરકારે વાપરી છે.
કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા વિજયભાઈ કોરાટ તથા મહામંત્રી હરસુખભાઈ સોજીત્રાએ કરી હતી વિજયભાઈ કોરાટે ઉપસ્થિત મહેમાનો બાબુભાઈ જેબલીયાનું પુષ્પમાળાથી સ્વાગત કર્યું હતુ બેઠક બાદ કિશાન મોરચાના તમામ હોદેદારોએ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે સામુહિક ખાદી ખરીદી કરી હતી સમગ્ર બેઠકનું સંચાલન પ્રભારી રાજભાએ કર્યું હતુ.