ધોરાજી શહેરની જનતાને પીવા માટે જામકંડોરણા ખાતે આવેલ ફોફળ ડેમમાંથી પીવાનું માટેનું પાણી પાઈપલાઈન મારફતે મળતું હતુ. ચાલુ વર્ષે ફોફળ ડેમમાંથી પાણી ખલાસ થઈ જતાં ડેડ સ્ટોકમાંથી પાણી પંપીગ કરી ઉપાડવામાં આવતુ હતુ. જે પાણી શહેરની જનતાને પુરૂ ડતું ન હતુ અને સપ્લાય એ રેગ્યુલર રહેતા લોકોમાં ફરીયાદ ઉઠી હતી જેથી ધારાસભ્ય તથા અધિકારીઓ અને નગરપાલીકાના હોદેદારોએ તાત્કાલીક નર્મદા પાઈપલાઈનમાંથી પાણી મેળવવા માટે કવાયત ચાલુ કરી તેના પરીણામ સ્વરૂપે આજથી ધોરાજીની જનતાને રેગ્યુુલર પાણી મળતું થશે. તેમ વોટર વર્કસ કમીટીના ચેરમેન અમીશભાઈ અંટાળાએ જણાવ્યું હતુ.નર્મદાનું પાણી મળે તે માટે ધારાસભ્ય નગરપાલીકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને ચીફ ઓફિસર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ જહેમત ઉઠાવતા આ પ્રશ્ર્નનો ઉકેલ આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.