‘નમામિ દેવી નર્મદે’

દાયકાના ત્રીજા સૌથી વધારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ડેમો છલોછલ

ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિનને રાજય સરકાર દ્વારા ‘નમામિ દેવી નર્મદે’મહોત્સવ દ્વારા ઉજવવામાં આવનારો છે. નરેન્દ્રભાઇ મોદી પોતે આ મહોત્સવમાં ઉ૫સ્થિત રહીને નર્મદા ડેમમાં આવેલા ઐતિહાસિક પાણીના વધામણા કરનારા છે. ત્યારે આ કાર્યક્રમના એક દિવસ પહેલા સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા ૧૩૮.૬૮ મીટર સુધી ભરાય ચૂકયો છે. સરદાર સરોવર ડેમ બન્યા બાદ સૌ પ્રથમ વખત ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા સુધી ભરાયો છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણને આ યોજનાની ખરા અર્થમાં ગુજરાતની જીવાદોરી સમાજ પુરવાર થઇ રહી છે. નર્મદા નદીમાં હજુ પણ પાણીની આવક ચાલુ હોય ડેમ સંપૂર્ણ ભરાય ગયા બાદ વધારાના પાણીનો સતત છોડવામાં આવી રહ્યું છે. જેથી વધારાનું પાણી દરીયામાં વહી રહ્યું છે.

પાછલા સપ્તાહથી સરદાર સરોવર ડેમમાં ચારથી સાત લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, રાજ્ય સરકાર દ્વારા ડેમમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાને કારણે નીચેના વિસ્તારોમાં પાણી છોડવાનું સૂચન કર્યું છે. ગઈકાલ સાંજ સુધીમાં, ડેમમાં પાણીનો કુલ સંગ્રહ ૯,૪૬૦ એમસીએમ હતો, જ્યારે જીવંત સંગ્રહ ૫,૭૬૦ એમસીએમ રહ્યો હતો, સરદાર સરોવર ડેમ બાદ પ્રથમ વખત ૧૩૮.૬૮ મીટરના સંપૂર્ણ જળાશય સ્તરે પહોંચ્યો.

અગાઉ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએલ) ના એમડી રાજીવ ગુપ્તાએ નર્મદા કંટ્રોલ ઓથોરિટીને પત્ર લખીને એફઆરએલ સુધી ડેમ ભરવાની મંજૂરી માંગી હતી, વર્ષ ૨૦૧૭ માં આ ડેમનું કામ પૂર્ણ થયા બાદ ડેમની સંપૂર્ણ ક્ષમતા પર પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સોમવારે રાત્રે અમદાવાદ પહોંચશે અને મંગળવારે સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે, ત્યારે પહેલીવાર સંપૂર્ણ ક્ષમતામાં ડેમ ભરાયો છે. આ પ્રસંગે ૧૭ સપ્ટેમ્બર એ પીએમ મોદીનો જન્મદિવસ છે. ડેમના સ્થળે ધાર્મિક વિધિ કરવા ઉપરાંત વડા પ્રધાન કેવડિયા કોલોની ખાતે એક સભાને સંબોધન કરશે તેમ મનાય રહ્યું છે.

રાજ્ય સરકારે આ પ્રસંગને નિમિત્તે રાજ્યવ્યાપી ઉજવણીનો ધમધમાટ શરૂ કર્યો છે. મુખ્ય મિનિસ્ટર વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મંગળવારે કેવડિયા ખાતે વડા પ્રધાનની સાથે આવશે, રાજ્યના દરેક જિલ્લામાં મંત્રીઓ અને સરકારના અન્ય ઉચ્ચ અધિકારીઓને હાજર રહેવા અને સમાન કાર્યક્રમો યોજવા જણાવ્યું છે. મંગળવારે શરૂ થનારી ઉજવણીઓને નમામી દેવી નર્મદે મહોત્સવ નામે આપવામાં આવ્યું છે. એસએસએનએનએલના એમડી, રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત માટે ખરેખર તે ઐતિહાસિક ક્ષણ છે કારણ કે પ્રથમ વખત એફઆરએલ પહોંચ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારની રાત સુધી ડેમમાં આશરે ૪.૫૦ લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ હતો જ્યારે પ્રવાહ ૪ લાખથી ૪.૨૫ લાખ ક્યુસેક વચ્ચે હતો.

આ વર્ષે પ્રારંભમાં મોડેી પધારેલા મેઘરાજાએ પાછોતરી જમાવટ કરી હતી. રાજ્યભરમાં સર્વત્ર યેલા પાછોતરા ઓગષ્ટ માસી યેલા ભારે વરસાદી સરેરાશ ૯૯૦ એમએમ વરસાદ નોંધાયો છે. જે આ દાયકામાં ત્રીજો સૌથી વધારે વરસાદ છે. વર્ષ ૨૦૧૩માં રાજ્યમાં સરેરાશ ૧,૧૭૫ એમએમ વરસાદ નોંધાયો હતો. જે આ દાયકામાં સૌથી વધારે છે જે બાદ વર્ષ ૨૦૧૦માં ૧,૦૨૬ એમએમ વરસાદ પડયો હતો. સામાન્ય રીતે રાજ્યમાં વરસાદની વાર્ષિક સરેરાશ ૮૧૬ એમએમની છે. જે સામે આ વર્ષે ૯૯૦ એમએમ વરસાદ પડતા ૧૨૧ ટકા જેવો વરસાદ થઈ જવા પામ્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ડેમો પાણીથી છલોછલ થઈ જવા પામ્યા છે.

વર્ષ ૨૦૧૩માં દાયકાના સૌથી વધારે ૧,૧૭૫ એમએમ વરસાદના કારણે ૧૪૭ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો અને આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જેથી રાજ્યમાં આ વર્ષે વરસાદ ૧૦૦૦ એમએમની સરેરાશને પાર કરી જશે તેમ મનાય રહ્યું છે. વિસ્તારવાઈઝ વરસાદની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજષરાતમાં ૧,૮૭૮ એમએમ વરસાદ નોંધાયો છે. જે બાદ પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૯૧૨ એમએમ, સૌરાષ્ટ્રમાં ૮૦૧ એમએમ, ઉત્તર ગુજરાતમાં ૬૬૬ એમએમ જ્યારે કચ્છમાં ૫૭૦ એમએમ વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોઈએ તો વલસાડમાં સૌથી વધારે ૨,૯૧૬ એમએમ, ડાંગમાં ૨,૭૩૨ એમએમ, નવસારીમાં ૨,૨૧૮ એમએમ, સુરતમાં ૧,૮૮૮ એમએમ, જ્યારે તાપીમાં ૧,૬૩૩ એમએમ વરસાદ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.