• સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 400 અને ન્યારી ડેમમાં 350 એમસીએફટી પાણી ઠલવાશે

સૌની યોજના અંતર્ગત આજની આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજી-1 ડેમમાં 400 એમ.સી.એફ.ટી.તેમજ ન્યારી-1 ડેમમાં 350 એમ.સી.એફ.ટી. પાણી નર્મદા મૈયાના નીરથી ઠલવાશે. રાજ્ય સરકારના “સૌની યોજના” મારફત રાજકોટ શહેરને પાણી પુરૂ પાડવા ત્વરિત નિર્ણયને કોર્પોરેશનના પદાધિકારીઓએ આવકાર્યા હતા.

રાજકોટવાસીઓ માટે પાણીની ચિંતા કરતા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડિયા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભરએ જણાવ્યું હતું કે, શહેરમાં પાણીની અછત ઉદભવે નહિ, પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તે હેતુસર, સરકારમાં આજી-1 ડેમ માટે 400 એમ.સી.એફ.ટી. તથા ન્યારી-1 માટે 350 એમ.સી.એફ.ટી. નર્મદા નીરની માંગણી મહાપાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેના અનુસંધાને સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની નર્મદા પાણીની માંગણી ખુબ જ ટુંકા સમયગાળામાં મંજુર કરી, પાણીની ફાળવણી કરેલ છે. પ્રથમ આજી-1 ડેમ ખાતે નર્મદા મૈયાના નીરનું આગમન થયેલ છે. પદાધિકારીઓએ વધામણા કર્યા હતા.

હાલ, આજી-1 ડેમની જથ્થા સંગ્રહ સપાટી 29 ફૂટ સામે, આજી-1 ડેમમાં 19.32 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે ન્યારી-1 ડેમની જથ્થા સંગ્રહ સપાટી 25.09 ફૂટ સામે, ન્યારી-1 ડેમમાં 14.27 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા આજી-1 ડેમ માટે 400 એમ.સી.એફ.ટી. તથા ન્યારી-1 માટે 350 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો પુરો પાડવામાં આવનાર છે. જે મુજબ આજી-1 ખાતે નર્મદા નીરનું આગમન થયેલ છે. જેના વધામણા કરવા માટે આજી-1 ડેમ સાઈટ ખાતે રાજકોટ મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડિયા તથા રાજકોટ મહાનગરાપાલિકાના વોટર વર્કસ વિભાગના સિટી એન્જીનીયર કે.પી.દેથરિયા, ડેપ્યુટી એન્જિનિયર દિવ્યેશ ત્રિવેદી તથા અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાનાં શાસકો શહેરીજનોને નિયમિત 20 મિનિટ પાણી પુરૂ પાડવા સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે. કોઈપણ સંજોગોમાં પાણીપૂરવઠો જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો સતત પ્રયત્નશીલ અને કટ્ટીબધ્ધ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.