મુળી તાલુકાના ખાટડી પાસે નવ સ્થળેથી પાણી ચોરી ઝડપાઇ

લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી છેક સૌરાષ્ટ્ કચ્છ સુધી પાઇપલાઇન વાટે નર્મદાનું પાણી જાય છે. ત્યારે છેલ્લા થોડા સમયથી આ પાણીમાં ઘટાડો માલુમ પડતા જિલ્લા વહિવટી તંત્ર અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી.ના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં ખાટડી ગામ પાસે પાંચ કિ.મી.ના વિસ્તારમાં નવ સ્થળે પાણીની ચોરી થતી હોવાનું બહાર આવ્યુ હતુ. ખેતી માટે ઉપયોગમાં લેવાતા આ પાણીના ગેરકાયદેસર કનેકશન તાત્કાલીક દૂર કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને કચ્છને મળતા પીવાના પાણી માટે સુરેન્દ્રનગર જિલ્લો પાણીયારા સમાન છે. ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી પાઇપલાઇન મારફત દૂધરેજ ધોળીધજા ડેમમાંથી પમ્પીંગ થઇને પાણી સૌરાષ્ટ્ર અને કચ્છને મળે છે. છેલ્લા થોડા સમયથી આ પાણીમાં નીરંતર ઘટાડો આવતો હોવાનું ધ્યાને આવતા કલેકટર ઉદીત અગ્રવાલની સૂચનાથી જિલ્લા વહિવટી તંત્ર અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી.ના અધિકારીઓએ પોલીસદળને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતુ.

મૂળી તાલુકાના દાણાવાડા, ગૌતમગઢ, ખાટડી, ખાખરાળા સહિતના ગામોમાં ચેકિંગ કરાતા ખાટડી પાસે પાંચ કિ.મી.ના એરીયામાં નવ સ્થળેથી એરવાલ્વમાંથી ખેતી માટે પાણી લેવામાં આવતુ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી અધિકારીઓએ આ ગેરકાયદેસર કનેકશનો દૂર કર્યા હતા. વર્તમાન સમયે નર્મદા કેનાલમાં અપૂરતી માત્રામાં પાણી આવે છે ત્યારે આગામી સમયમાં પણ પાણીચોરી અટકાવવા તંત્ર આ કાર્યવાહી ચાલુ રાખનાર છે.

આ કામગીરીથી રાજકોટ સુધી પહોંચતા પાણીમાં ૧૭ લાખ લીટર પ્રતિ કલાકનો નોંધનીય વધારો પણ તંત્રને જણાયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.