ગુજરાતનાં ખેડૂતોનાં ઘરે નળમાં ઓઈલ તેલ આવશે તેવી બડાશો હાંકી વડાપ્રધાન બનેલાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે આ કિસાનપુત્રોનાં ખેતરોમાં નર્મદાનાં પાણીનું એક ટીપું પણ મળે નહીં તેવી ગંભીર જ નહીં, પરંતુ ગુનાહિત બેદરકારી દાખવી છે. આગામી એકાદ મહિનામાં જ ખેડૂતો સહિત ગુજરાતની જનતાનાં પાણી માટે પોકાર પડે તે પહેલાં ‘મા ગંગાને બુલાયા હૈ’ કહી વારાણસી જતાં રહેલાં પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારનાં વડાપ્રધાનને ભાજપ્ની રાજકીય જીવાદોરી સમાન નર્મદા મૈયાનાં સુકાઈગયેલાં નીર સામે જોઈ બે આસું પાડવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડો. હિમાંશુ પટેલે લાગણીસભર અપીલ કરી છે.
કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડો. હિમાંશુ પટેલે સીધો આરોપ મુકતાં જણાવ્યું છે કે, ભાજપ સરકારે ગુજરાતમાં ચૂંટણી જીતવાનાં સત્તા ર્સ્વામાં માત્ર બે મહિનામાં જ ૧૨ મીટર નર્મદાનાં પાણી વેડફી કાઢ્યા છે. ગુજરાતનાં ખેડૂતો અને જનતા સોનું આ જળકપટ ગંભીર જ નહીં, પરંતુ ગુનાહીત બેદરકારી હોવાી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક દિવસ માટે પણ સત્તા ઉપર રહેવાનો અધિકાર ની. નર્મદા મૈયાનાં નામે વારંવાર ઉત્સવો સહિત ગંદુ રાજકારણ રમતી ભાજપ સરકાર આજદીન સુધી કેનાલોનું નેટવર્ક પુરું કરી શકી નથી. ડેમનાં દરવાજા અને ઉંચાઈ માટે ગ્લોબલ પ્રચાર કરતી ભાજપ સરકારની અણઆવડત અને ગેરવહીવટનાં કારણે હયાત કેનાલોમાં વારંવાર ગાબડા પડી રહ્યાં છે.
બનાસકાંઠા જેવાં પછાત સૂકા વિસ્તારોમાં તો પૂર પાછળ નિષ્ફળતાઓ ઢાંકવાનો નિર્લજ પ્રયાસ કરાયો છે. આમ છતાં, ત્યાં હજુ સુધી કેનાલ રીપેરીંગ કરાઈ નથી.
કોંગ્રેસને નર્મદા યોજના કે ખેડૂતો માટે બોલવાનો કોઈ નૈતિક અધિકાર જ નથી: ભરતભાઈ પંડયા
પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, ૨૨ વર્ષ સુધી નર્મદા યોજના પર કોંગ્રેસ સંકટ હતું. નરેન્દ્રભાઈ મોદીના કારણે રાજ્યમાં અને કેન્દ્રમાં નર્મદા પરનું સંકટ દૂર યું છે. કેન્દ્રમાં કોંગ્રેસના શાસન સમયે ૧૦ વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજાની મંજૂરી ન આપી ત્યારે કોંગ્રેસ ક્યાં હતી ? નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યાના માત્ર ૧૭ દિવસમાં નર્મદા ડેમના દરવાજાની મંજૂરી મળી, ત્યારે કોંગ્રેસ હતાશા અને ઈર્ષ્યામાં હતી. કોંગ્રેસે નર્મદા યોજનાને વારંવાર ખોરંભે પાડવાનું તે પાપ કર્યું છે તે ગુજરાતની જનતા ક્યારેય ભૂલી શકશે નહીં એટલે કોંગ્રેસને નર્મદા યોજના કે ખેડૂતો માટે બોલવાનો કોઈ નૈતિક અધિકાર જ નથી.નર્મદા ઓથોરીટી જે પાણી નિયમન-નિયંત્રણ કરે છે તેણે પાણીમાં કાપ મૂક્યો છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેના સંદર્ભમાં ખેડૂતના હિતમાં માત્ર સ્પષ્ટતા જ કરી છે ત્યારે કોંગ્રેસ તેનું ખોટું ર્અઘટન કરીને ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરે અને મુખ્યમંત્રીના ખેડૂતો પ્રત્યેની લાગણીના હાર્દને સમજે. ભાજપાની રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ચારેય રાજ્યો તેમજ નર્મદા ઓોરીટી સો સતત સંપર્ક-સંકલન કરીને ગુજરાતના હિતમાં યોગ્ય પગલાં લેશે.