હાલ માં નર્મદાના પમપિંગ સ્ટેશનનું એકટેશન નું કામ ચાલુ છે ત્યારે ત્યાં હેવી મશીનરીની જરૂર હોય ટ્રેલર દ્વારા આવી મશીનરી લાવવામાં આવી રહી છે ત્યારે આ મશીનરી પીજીવીસીએલ ના થાંભલા કરતા પણ ઉંચી હોય તેની સાથે એક માણસ રાખવો પડે છે જેથી મશીનરી પીજીવીસીએલ ના વાયરો માં ભરાય ના જાય અને એક્સિડન્ડ ના થાય અને આ અંગે જેતે મશીનરી વાહકો દ્વારા પીજીવીસીએલ ને જાણ કરવાની હોય છે.
આથી કોઈ જાનહાની ના થાય અને અગમચેતી ના પગલાં લેવાય ત્યારે લખતર શીતળામા ની આંબલી પાસે થી આવી મશીનરી લઈ એક ટ્રેલર પસાર થતું હોય તેનો માણસ વાસ વડે વાયર ઉચ્ચા કરી રહ્યો હતો ત્યારે તેને શોર્ટ લાગતા ઘાયલ થઈ ગયો આથી તેને પહેલા લખતર ત્યારબાદ વધુ સારવાર અર્થે લખતર 108 દ્વારા સુરેન્દ્રનગર ખસેડાયો છે ત્યારે લખતર પીજીવીસીએલ નો સ્ટાફ ઘટના સ્થળે આવી પરિસ્થિતિ ઉપર કાબુ લઈ ટ્રાફિક માં અડચણ રૂપ ટ્રેલર દૂર કરવી આંબલી ની વાયર પરની ડાળો દૂર કરાવી હતી અને ફરી પાછો વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરાવ્યો હતો