ગામ લોકોની અનેક રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાય: પાણીનો બેફામ વ્યય
રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે નર્મદાની પાઈપલાઈન છેલ્લા પાંચ મહિનાથી તુટેલી છે. ગામ લોકોએ અનેક રજૂઆતો કરી છે છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
એક બાજુ જળસંકટ નિવારવા સરકાર માસ્ટર પ્લાન બનાવવાની વાતો કરે છે.ત્યારે બીજી બાજુ પાંચ મહિનાથી પાઈપલાઈનનું રીપેરીંગ ન કરાતા પાણીનો વિશાળ જથ્થો વેડફાઈ રહ્યો છે.
હલેન્ડા ગામમાં પીવાનાં પાણીની મોટી સમસ્યા છે. જયારે આજ ગામમાંથી પસાર થતી નર્મદાના પાણીની પાઈપલાઈન છેલ્લા પાંચ મહિનાથી તુટેલી હાલતમાં હોવાથી પાણીનો વેટફાટ જોઈ ગામ લોકોનો જીવ બળી રહ્યો છે. ગામને પીવા માટે નર્મદાનું પાણી અપાતું નથી પરંતુ ગામમાં નર્મદાના પાણીનો વ્યય થતો જોઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હલેન્ડા ગામમાંથી પસાર થતી પાઈપલાઈન ખારસીયા, સરધાર અને લોધીકા તરફ જાય છે. આ પાઈપલાઈન તુટેલી હાલતમાં હોવાથી પાણીનો વ્યયતો થાય જ છે. ઉપરાંત રસ્તામાં પાણી એકઠુ થતા ખેડુતોને ખેતરે જવામાં પણ હાલાકીનો સામનો કરવો પડે છે. આ અગાઉ પણ પાઈપલાઈન તુટી હતી ત્યારે સરપંચે પોતાના ખર્ચે પાઈપલાઈન રીપેર કરાવી હતી પરંતુ રીપેરીંગ કામ બરાબર ન થયું હોવાનાં લીધે ફરી પાઈપલાઈન તૂટી હતી અત્યાર સુધીમાં પાણીનો વિશાળ જથ્થો વેડફાયો છે. ત્યારે તંત્ર તાકીદે નહિં જાગેતા હજુ પણ પાણી વેડફાશે