રાવકી થઈ બપોરે ન્યારી ડેમમાં પાણી પહોંચ્યું: દર કલાકે ૮ હજાર કયુબીક ઘનમીટર છલવાતો જથ્થો
સૌની યોજના અંતર્ગત તાજેતરમાં જ રાજકોટનો પાણીનો મુખ્ય સ્ત્રોત એવા આજી-૧ ડેમમાં વધુ એકવાર નર્મદા નીર ઠલવાયા બાદ આજી-૧ ડેમને ૨૫ ફૂટ જેટલો ભરી દઈ આગામી જુલાઈ માસ સુધી રાજકોટને પાણીનો વાંધો ન આવે તે રીતે સરકારે આયોજન કરી લીધુ છે. દરમિયાન સમગ્ર રાજકોટ શહેરને પાણીનો વાંધો ન આવે તે માટે સૌની યોજના અંતર્ગત જ રાજકોટ શહેરનો ડેમ પણ નર્મદા નીરથી ભરવા માટે તાજેતરમાં સરકારે નિર્ણય લીધો હતો.
આ નિર્ણય અંતર્ગત સિંચાઈ ખાતા દ્વારા ડેમમાં પણ પાણી પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગેની સિંચાઈ ખાતાના ઈજનેરી સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ત્રંબાથી ન્યારી સુધીની લખાયેલી ખાસ ૨૧ કિ.મી.ની પાઈપ લાઈન દ્વારા આજરોજ મોડી બપોરે ડેમમાં નર્મદાના નીર પહોંચાડી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે રાજકોટવાસીઓને આગામી ઉનાળામાં પાણીની સમસ્યા નહીંવત બની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડેમમાં પાણી પહોંચાડવા માટે મચ્છુ-૧થી પાણીનું પમ્પીંગ ગઈકાલે શરૂ કરવામાં આવેલ હતું અને આ પાણી ત્રંબાથી ન્યારી સુધી પહોંચતા ૨૧ કિ.મી.ની લાઈન દ્વારા ન્યારી ડેમ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ ડેમમાં પાણી પહોંચાડવાની જાહેરાત કરવામાં આવેલ હતી. જો કે, ગઈકાલે મચ્છુ-૧ ડેમ ઉપરથી થતાં પાણીના પમ્પીંગ દરમિયાન અચાનક જ વીજ ટ્રીપીંગ સર્જાતા પાણીનું પમ્પીંગ અટકી ગયું હતું અને ગઈકાલે ડેમ સુધી નર્મદા નીર પહોંચી શકયા ન હતા. જો કે, ગઈકાલે બપોરે ૪ વાગ્યા બાદ વીજ રીપેરીંગ થઈ જતા ફરીથી મચ્છુ-૧ ડેમથી ખાસ પમ્પ દ્વારા પાણીનું પમ્પીંગ શ‚ કરી દેવામાં આવેલ હતું. દરમિયાન આજે બપોરે ૧૨:૩૦ કલાકે આ લખાય છે ત્યારે ડેમમાં નર્મદા નીરના વધામણા થઈ ગયા છે. જેના કારણે રાજકોટવાસીઓમાં ભારે હર્ષની લાગણી છવાઈ છે.