રૈયાધાર, ચંદ્રેશનગર અને સોજીત્રાનગર ઝોન હેઠળ વિસ્તારોમાં અણધાર્યો પાણી કાપ ન્યારી, જયુબિલી અને ગુરુકુળ ઝોનમાં ૧૦ થી ૧૨ કલાક મોડુ પાણી વિતરણ: દેકારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રાત્રે મીની વાવાઝોડા સો ખાબકેલા વરસાદના કારણે રાજકોટને મળતા નર્મદાના નીર બંધ ઈ જતા શહેરમાં પાણીના ધાંધીયા સર્જાયા છે. આજે પોણા રાજકોટમાં પાણી વિતરણ વ્યવસ ખોરવાઈ જતા ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. રૈયાધાર, ચંદ્રેશનગર અને સોજીત્રાનગર ઝોન હેઠળના વિસ્તારોમાં અણધાર્યો પાણી કાપ લાદવામાં આવ્યો હતો. તો ન્યારી, જયુબીલી અને ગુરુકુળ ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં ૮ ી ૧૦ કલાક મોડુ પાણી વિતરણ કરવાની ફરજ પડી હતી.
આ અંગે મહાપાલિકાના સૂત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ ગઈકાલે રાત્રે મીની વાવાઝોડા સો પડેલા વરસાદના કારણે હડાળા પમ્પીંગ સ્ટેશન ખાતે ઈલેકટ્રીક ક્ષતિ સર્જાવાના કારણે રાજકોટને રૈયાધાર, ખંભાળા અને બેડી ફિલ્ટર પ્લાન્ટ ખાતે નર્મદાના નીર મળવાનું બંધ ઈ ગયું હતું. જેના કારણે શહેરના ૧૧ વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ આજે ખોરવાઈ જવા પામી છે. રૈયાધાર ફિલ્ટર આધારીત ગાંધીગ્રામ વિસ્તારો જેવા કે વોર્ડ ૧,૯ અને ૨ (પાર્ટ), ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં.૧૧ (પાર્ટ) અને ૧૩ (પાર્ટ) તા સોજીત્રા હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.૨ (પાર્ટ) અને ૮ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. જયારે ન્યારી ફિલ્ટર પ્લાન્ટ હેઠળ આવતા વોર્ડ નં.૨,૭,૮,૧૦ અને ૧૧ (પાર્ટ)માં સાંજે ૫ વાગ્યા પછી વિતરણ કરવામાં આવશે.
જયારે સેન્ટ્રલ ઝોનમાં ગુ‚કુળ પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં.૧૩,૧૪ અને ૧૭, જયુબીલી ઝોન હેઠળના વોર્ડ નં.૨,૩ અને ૭ (પાર્ટ)ના વિસ્તારોમાં સવારે ૧૦ વાગ્યાી પાણી વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. અગાઉ ન્યારી ફિલ્ટર પ્લાન્ટ હેઠળના પાંચ વોર્ડમાં પણ વિતરણ બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ બપોરે ખંભાળા લાઈન મારફતે રાજકોટને નર્મદાના પાણી મળવાનું બંધ તા આ ઝોનમાં સાંજી વિતરણ શ‚ કરી દેવામાં આવશે.