રૈયાધાર, મવડી ઝોન, ગુ‚રૂકુળ ઝોન, જયુબેલી ઝોનમાં અનેક વિસ્તારોમાં ૭ કલાક સુધી પાણી વિતરણ મોડુ: મવડીમાં બપોર પછી પાણી વિતરણ બંધ રહે તેવી સંભાવના
નર્મદાના ધાંધીયા સર્જાતા આજે ફરી એક વખત શહેરમાં પાણી વિતરણ વ્યવસ ખોરવાઈ જવા પામી છે. નર્મદા યોજનાની પાઈપ લાઈનના એર વાલ્વમાં ભંગાણ સર્જાતા આજે રાજકોટને પાંચ કલાક સુધી નર્મદાના પાણી ન મળતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાઈ જવા પામ્યું છે. મવડી અને રૈયાધાર ઝોન હેઠળના વિસ્તારોમાં બપોર પછી પાણી વિતરણ બંધ રહે તેવી સંભાવના જણાય રહી છે.
મહાપાલિકાની વોટર વર્કસ શાખાના ઈજનેરી સૂત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ નર્મદા યોજનાના પાઈપ લાઈનના એર વાલ્વમાં ભંગાણ સર્જાવાના કારણે આજે સવારે ૭ વાગ્યાી રાજકોટને આજી, રૈયા ધાર, ખંભાળા ઈશ્ર્વરીયા લાઈન અને બેડી ખાતે નર્મદાના નીર મળવાનું સંપૂર્ણપણે બંધ ઈ ગયું હતું. ગઈકાલના સ્ટોરેજના કારણે બપોર સુધી તમામ વિસ્તારોમાં નિયમીત પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. બપોરે ૧ વાગ્યા પછી નર્મદાના નીર શ‚ તા શહેરની અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાઈ જવા પામ્યો હતું. મવડી અને રૈયાધાર ઝોનના જે વિસ્તારમાં બપોર પછી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં આજે સાતેક કલાક મોડુ પાણી આપવામાં આવશે. જો પાણીના ટાકાના લેવલ નહીં ાય તો આ વિસ્તારમાં વિતરણ બંધ રહે તેવી શકયતા પણ નકારી શકાતી ની.
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જયુબેલી પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં બપોરે ૧૨ વાગ્યા પછી વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. જયારે ગુ‚કુળ ઝોનમાં ગોંડલ રોડ સાઈટના વિસ્તારમાં પણ ૬ ી ૭ કલાક વિતરણ મોડુ કરવામાં આવશે. આજી પમ્પીંગ સ્ટેશન પર પણ નર્મદાનું પાણી મળવાનું બંધ ઈ જતા ઈસ્ટ ઝોનમાં પણ વિતરણ ખોરવાઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વોટર વર્કસ શાખાના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાણીના ટાંકાના લેવલ ઈ જશે તો એક પણ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં નહીં આવે. અમુક વિસ્તારોમાં પાણી મોડુ વિતરણ કરાશે જેની શહેરીજનોએ નોંધ લેવી.