- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ખેડુત હિતલક્ષી નિર્ણય
ઉનાળાના આરંભેજ આકરા તડકા પડવા માંડયા છે ત્યારે પાણીના અભાવે ખેડુતોનો પાક સુકાય ન જાય તે માટે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવમાં આવ્યો છે. રવિ સિઝનમાં પાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આગામી 31મી માર્ચ સુધી ખેડુતોને નર્મદાના નીર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ે ખેડૂત હિતલક્ષી નિર્ણય લધો છે. રવિ સીઝનમાં પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા તથા રવિ સીઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષમાં લઈને એવો નિર્ણય કર્યો છે કે ધરતીપુત્રોને 31 માર્ચ સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતો તથા જનપ્રતિનિધિઓએ આ સંદર્ભમાં કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ આ કિસાનહિતકારી નિર્ણય કર્યો છે.