Narmada 2025: દુનિયામાં ભારતીય સંસ્કૃતિ પ્રાચીન અને આગવી ઓળખ ધરાવે છે સાથે-સાથે ભારતીય માનવ સંસ્કૃતિ સભ્યતાનો પણ ભવ્ય ઇતિહાસ અને વારસો ધરતીનો ધબકાર ધબકતો રહ્યો છે. વેદ, ઉપનિષદ, રામાયણ-મહાભારત કાળનો પ્રાગ ઈતિહાસ આંખે ઉડીને વળગે તેવો ઉજળો અને ભવ્ય રહ્યો છે. નાલંદા અને તક્ષશિલા, ગુરુકુળ-આશ્રમો વિદ્યાના કેન્દ્રો રહ્યા છે. યોગ આધ્યાત્મ, ધર્મ, વર્ણ, વ્યવસ્થા વિકસિત હતી. કાળક્રમે તેમાં બદલાવ આવ્યો. ઇતિહાસમાં કથાવાર્તા ધરબાયેલી રહી છે. સમયની માંગ અને પરિવર્તનના કારણે કાળક્રમ બદલાતો ચાલ્યો. ભારતીય માનવ સંસ્કૃતિ જગતમાં આગવી-નોખી નિરાળી છાપ ધરાવે છે જે દુનિયાના અન્ય દેશોમાં નથી જોવા મળતી વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. સદભાવના ભાઈચારો આદર સત્કાર દરેક ધર્મનું મૂળ છે. ઉત્સવો વાર તહેવારે ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. પ્રાચીન માનવ સંસ્કૃતિ નદી-સરોવર-પહાડો-મેદાનોમાં પાંગરી છે. વિકસિત થઈ છે.
નદીને લોકમાતા કહી છે. દરેક લોકોનો અધિકાર એટલે જ તેની આસપાસ માનવી-પશુ-પક્ષી-જળચર પ્રાણી, નદીના નિરમા વિકસિત થઈ માનવીના હીર સાથે ફાલીફૂલીને વિકસિત થતી આવી છે. આદિમાનવોનો વસવાટ પણ જળ-જંગલના- પહાડો-મેદાનોમાં થયો હોવાનું પુરાણોમાં પ્રસિદ્ધ છે. આદિમાનવ એ અગ્નિ પેટાવી ખોરાક-પાણી અને શિકાર કરીને જંગલના ફળ-ફૂલ-કંદ ખાઈને જીવન ગુજારતો હતો અને કાળક્રમે ચક્રની શોધ પથ્થરના ઓજાર- ધાતુના ઓજાર બનાવી ખેતીની શરૂઆત કરી પ્રગતિની પગદંડી શરૂ કરી આજે, માનવી અંતરીક્ષ, અવકાશમાં ઘુમતો થયો છે, શહેર અને નગરોનો તેજ ગતિએ વિકાસ થયો છે. ઇન્ફ્રાસ્ટ્રકચર અને ભૌતિક સુખ સુવિધામાં અનેક ગણો વધારો થયો છે. માનવીએ ઘણી પ્રગતિ કરી છે. છતાં શાંતિ, આધ્યાત્મિકતા, યોગ, નિજાનંદ, તપ, ધ્યાન, પ્રકૃતિ સાથે કદમ મિલાવવા તે વેદ, ઉપનિષદ અને ભારતીય સંસ્કૃતિ, ગ્રંથોનો સહારો ગ્રામીણ ક્ષેત્રના મંદિરો, મેળા-ઉત્સવો, પદયાત્રા, નૈસર્ગીક કુદરતના ખોળે પાછો વળતો માનવી દેખાય છે.
આજે આપણે ભારતની મુખ્ય નદીઓમાંની એક Narmada મૈયાના આગવા મહત્વ અને પુરાણોમાં ઉલ્લેખ અને આગવા મહત્વ વિશે Narmada ઉત્તરવાહિની પંચકોશીય પરિક્રમા વિશે જાણીએ Narmada શબ્દની ઉત્પતિ નર્મ અર્થાત આનંદ અને દા અર્થાત દેનેવાલી (આપનારી) જળદેવી Narmada મૈયાની ગુજરાત રાજ્યના Narmada જિલ્લામાં આવેલી પવિત્ર Narmada નદીની વાત કરીએ. Narmada નદીનું ઉદગમ સ્થાન મધ્યપ્રદેશના સુરમ્ય અને રમણીય સ્થળ અમરકંટકથી નીકળી Narmada નદી પૂર્વથી પશ્વિમ તરફ વહે છે. ત્યાંથી શરૂઆત થાય છે. અહીંથી નદીઓનો પ્રવાહ મેકલ પર્વતશ્રેણીથી થઈને જાય છે તેના કારણે તેને મેકલ કન્યા પણ કહેવામાં આવી છે. અમરકંટકમાંથી એક નાની ધારા અને કેટલીક જગ્યાએ ગુપ્ત રીતે વહેવા વાળી Narmada મૈયાનો પ્રવાહ આગળ જતા વિશાળ જળરાશિમાં પરિવર્તિત થઈ મધ્યપ્રદેશના અનેક ગામો-શહેરો-જંગલો અને પર્વતોમાંથી ખળખળ વહેતી જઈને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુરના કવાંટ તાલુકાના હાફેશ્વર મહાદેવ મંદિર, સરદાર સરોવર ડેમના તટીય વિસ્તાર રેવાના તીરે ખળખળ નિર્મળ પવિત્ર જળરાશીથી વહીને ગોરાઘાટ, રામપુરા, શહેરાવ, તિલકવાડા થઇને વડોદરા જિલ્લામાંથી પસાર થઇ ભરૂચ પાસે વમલેશ્વર ગામ પાસે ખંભાતના અખાતમાં સમુદ્રમાં સમાઇ જાય છે. આની કુલ લંબાઈ ૧૩૯૦ કિ.મી. છે.
આ સફર યાત્રામાં Narmada મૈયા બાળ રૂપમાં તો ક્યાંક દુગ્ધધારાના રૂપમાં તો ક્યાંક સપ્તધારા (સહસ્ત્રધારા) અને કપિલધારા રૂપમાં આનંદિત કરે છે. શૂળપાણેશ્વરની ઊંચી ઊંચી સાતપુડા-વિધ્યાચળ પર્વતમાળામાં Narmadaમૈયાના પ્રવાહથી ભારત વર્ષનું માનો માનચિત્ર હી નિર્મિત થઈ ગયું છે. તો અમરકંટકમાં આના પ્રવાહથી O આકારનો દ્વિપ પણ બની ગયો છે. ભેડાઘાટમાં આના પ્રવાહથી બંનેને કિનારા પર સંગમરમરની સુંદર ચટ્ટાને મુખારીત થઈ ગઈ છે. તેનાથી Narmada મૈયાનું સૌંદર્ય બહુગુણિત થઈ ગયું છે. આવો સુમધુર અને પવિત્ર જળની સમસ્ત માનવસૃષ્ટિ-પ્રાણીઓની તરસ છીપાવીએ તેમના પર કાયમ કૃપા કરીએ આશીર્વાદ રાખીએ Narmada મૈયા Narmada નદી પૂર્વથી પશ્ચિમ દિશામાં અનેક પર્વત ઘાટ પાર કરીને કાળાડિબાંગ નિર્મળ જળ પ્રવાહથી વિશાળ પટ્ટમાં શર્પાકારે ખંભાતની ખાડી પાર કરીને સમુદ્રના વિશાળ જળરાશિમાં સમાઈ જાય છે, એટલે જ Narmada નદીને ભારત વર્ષની મુખ્ય નદી માનીને પ્રાચીન નદીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભુગર્ભશાસ્ત્રના સંશોધન અનુસાર પણ આ તથ્યની પુષ્ટિ કરે છે સાથે સાથે એ પણ નોંધે છે કે, સામાન્ય રીતે નદીઓનો પ્રવાહ મોટેભાગે પશ્ચિમથી પૂર્વની દિશામાં હોય છે. પરંતુ અપવાદરૂપ માત્રને માત્ર Narmada અને તાપી નદીઓ જ મુખ્ય નદીઓ પૂર્વ સે પશ્ચિમ દિશામાં પ્રવાહીત થાય છે. વહે છે. લોકો તેને શિવપુત્રી (Narmada) તાપીને સૂર્યપુત્રી પણ કહે છે. ભારતમાં Narmada એકમાત્ર નદી છે કે જેની પૂર્ણ પરિક્રમા અને ઉત્તરવાહિની પંચકોશી એમ બે પ્રકારની પરિક્રમા શ્રધ્ધાળુંઓ કરે છે. પંચકોશીય ઉત્તરવાહિની પરિક્રમા એટલે રાજપીપળા નજીક જ્યા રામપુરા ઘાટ માં Narmadaનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે તે ઉત્તરવાહિની મોક્ષ પ્રદાન કરનારી પરિક્રમા જ્યારે પૂર્ણ પરિક્રમા એટલે Narmada નદીના ઉદગમ સ્થાનથી સમુદ્ર સંગમ સ્થાન સુધી.
જે લોકો Narmada નદીમાં સવારે Narmadaના નીરથી સ્નાન કરે છે તેના પાપ નષ્ટ થઈને પાણીમાં ધોવાઈ જાય છે માં Narmada રેવાનો જન્મ તેજોમય લીંગ સે હુઆ જાણીને સર્વ સૃષ્ટિમાં આ ધારણા દ્રઢ થઈ કે બધા તીર્થોમાં ઇચ્છિત ફળ આપનારી Narmada નદી સર્વશ્રેષ્ઠ છે હર એક કંકર કંકર મે શંકર કા વાસ હૈ માં Narmada નદીના દર્શનથી લોકો પવિત્ર પાવનકારી થઈ જાય છે. નર્મદે હર… મારી દ્રષ્ટિએ Narmada કેવળ એક નદી ન રહેતા તેના તટ પર સ્થિત સર્વ પશુ-પંક્ષી જીવજંતુઓને સમસ્ત માનવ જાતિના કલ્યાણ કરવાવાળી જળદેવી છે. તેનું પ્રાકૃતિક સૌંદર્ય અને અલગ-અલગ રૂપ જોઈને હર કોઈનું મનમોહિત થઈ જાય તેવી મનમોહક Narmada મૈયા છે. તેના જળની મીઠાશ-મધુરતા ચોખ્ખાઈ આંખને ગમી જાય છે.
વિશાળ મનને રિલેક્ષ, શાંત અને અલૌકિક અનુભૂતિ કરાવે છે તેના કિનારે આવેલ વનરાજી, લીલા કેળના ખેતરો, હરિયાળી, પ્રાકૃતિક સૌંદર્ય આધ્યાત્મિકતાના ભાવ, આસ્થા ,શ્રદ્ધા, વિશ્વાસ બેવડાઈ જાય છે. નદી કિનારે ઉત્તરે આવેલા પ્રાચીન મંદિરો રણછોડરાય, ધનેશ્વર મંદિર, પાંડવ ગુફા જોઇને, મંગલેશ્વર, તપોવન આશ્રમ, મારૂતિ મંદિર, ગોપારેશ્વર, રામાનંદ આશ્રમ, સિતારામ બાપા આશ્રમ, તિલકવાડા સામેના કિનારે વાસુદેવ કુટિર, ગુરૂઘર, ગૌમતેશ્વર, તિલકેશ્વર, મણિનાગેશ્વર, ખોડિયાર માતા મંદિર (ભવાની માતા મંદિર) કપિલેશ્વર જેવા પ્રાચીન ધાર્મિક મંદિરો આવેલા છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર Narmada નદીની જ પરિક્રમા યોજાય છે સમગ્ર વિશ્વમાં ૧.૫૦ લાખ, ભારતમાં ૪૦૦ અને ગુજરાતમાં અંદાજે ૧૮૫ નદીઓ છે. ભારતના દૃષ્ટિકોણથી જોઇએ, તો આપણા દેશમાં લગભગ તમામ નદીઓની પૂજા થાય છે. સૌથી પવિત્ર ગંગા નદી પર આવેલ ગંગા-યમુના-સરસ્વતી (અદૃશ્ય)ના ત્રિવેણી સંગમ પર તો મહાકુંભ મેળો યોજાય છે, પરંતુ ગુજરાત-ભારત સહિત વિશ્વમાં Narmada સિવાય કોઈ પણ નદીની પરિક્રમા નથી યોજાતી. એકમાત્ર Narmada નદી જ એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે.
પુરાણોમાં ઉલ્લેખ છે કે ‘ગંગા સ્નાને, યમુના પાને, Narmada દર્શને તથા તાપી સ્મરણે’ મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે છે, પરંતુ Narmada નદીના દર્શનમાત્રથી મુક્તિ મળે છે. એટલા માટે જ લાખો લોકો Narmadaનાં ઉદ્ગમ સ્થળ અમરકંટકથી સમુદ્ર સંગમ સ્થળ ખંભાતના અખાત સુધીની Narmada પરિક્રમા કરે છે. આ Narmada પરિક્રમા માર્ગ લગભગ ૨૬૨૪ કિલોમીટરનો હોય છે. જોકે કેટલાક શ્રદ્ધાળુઓ આટલી લાંબી પરિક્રમા નથી કરી શકતા, તેને પૂર્ણ કરતા મહિનાઓ લાગે છે. તેથી તેઓ Narmadaની ઉત્તરવાહિની પંચકોશી યાત્રા કરીને પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. કહેવાય છે કે ઉત્તરવાહિની પંચકોશી Narmada પરિક્રમા કરવાથી પણ સંપૂર્ણ Narmada પરિક્રમા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. પરિક્રમાર્થીઓની સુવિધા માટે પૂરજોશમાં તૈયારીઓ ઉત્તરવાહિની પંચકોશી Narmada પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા Narmada જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ પરિક્રમાવાસીઓની સુવિધાઓ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
ખાસ કરીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૧૪ કિલોમીટરની સમગ્ર પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે રૂા. ૩.૮૨ કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. યાત્રાધામ બોર્ડ પરિક્રમાર્થીઓની સેવામાં ખડેપગે બોર્ડ દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી Narmada પરિક્રમાના માર્ગમાં Narmada નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલ છે. બોર્ડ દ્વારા આ તમામ ઘાટો પર મોટી સાઇઝના મંડપો, ખુરશી, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉયલેટ બ્લૉક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, ડી. જી. સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, વૉચ ટાવર, ફૂડ સ્ટોલ તથા સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેવી જ રીતે સમગ્ર પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજિસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટૉયલેટ યુનિટ, ઇમર્જન્સી કામગીરી માટે જેસીબી, હિટાચી, ક્રેન, દોરડા જેવી મશીનરી તથા વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઐતિહાસિક સરદાર સરોવર ડેમ ગુજરાતની કાયા પલટવામાં મહત્વની ભૂમિકા: ત્રણ રાજ્યોના લોકોને આશીર્વાદ સમાન. સરદાર સરોવર ડેમ માટે વર્ષ સને 1947 માં Narmada યોજનાનું મોજણી અને સંશોધનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને 1960 માં ભારત સરકાર દ્વારા નિમણૂંક કરાયેલ કન્સલ્ટન્ટશ્રીઓએ નવાગામ બંધ સ્થળની મુલાકાત લીધી સરોવરની પૂર્ણ જળ સપાટી 320 ફૂટની ભલામણ કરી એ અરસામાં 1લી મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. વર્ષ 1961 માં Narmada યોજના ભરૂચ સિંચાઈ યોજનાને ગુજરાત સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળી ભારતના તાત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂએ ભરૂચ સિંચાઈ યોજના (Narmada યોજના) જેની પૂર્ણ જળસપાટી 161 ફૂટ માટે તા. ૫મી એપ્રિલ-1961 ના રોજ પાયાનો પથ્થર મૂક્યો. વર્ષ સને 1965માં ડૉ.એ.એન. ખોસલા ઓરિસ્સાના ગવર્નરો તથા એન.ડબલ્યુ.આર.ડી.સી. ના ચેરમેન નવાગામ બંધની મુલાકાત લીધી.
એપ્રિલ માસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે જળસંધિ કરાર થયા તથા સપ્ટેમ્બર માસમાં Narmada પાણી પ્રાપ્તિ સ્થાન વિકાસ સમિતિએ નવાગામ બંધની પૂર્ણ જળસપાટી 500 ફૂટ રાખવી તેવો અહેવાલ રજૂ કર્યો. ત્યારબાદના વર્ષોમાં આ સરદાર સરોવર ડેમની પ્રગતિ–અંતરાયો આવતા ગયા અને તબક્કાવાર તેનું નિરાકરણ અને સંવાદ થકી સમસ્યાનો ઉકેલ કાઢતા ગયા અને સરદાર સરોવરના સ્વપ્નને આગળ ધપાવતા ગયા પૂર્ણતાને આરે સંકલ્પબધ્ધ રીતે મૂર્તિમંત કરવાના સામૂહિક પ્રયાસ થકી આજે આ સરદાર સરોવર ડેમ ત્રણ રાજ્યોને સુખ-સુવિધા પ્રદાન કરીને લોકઉપયોગી બહુહેતુક યોજના સાબિત થઈ છે. ગુજરાતની જીવાદોરી એવી સરદાર સરોવર ડેમ યોજના તેની જળાશયની સપાટી 138.68 મીટર (455 ફૂટ) મહત્તમ પર પહોંચે ત્યારે ડેમ ઓવરફ્લો થાય છે અને ડેમ પૂર્ણ સપાટીએ ભરાય ત્યારે આહલાદક અને મનમોહક લાગે છે. જ્યારે તેના ગેટ ખોલવામાં આવે ત્યારે પ્રવાસીઓને આનંદનો પાર રહેતો નથી તેને જોવા માટે ડેમ વ્યુ પોઈન્ટની સુવિધા પણ વિકસાવી છે. રેવાનું રૈમ્ય સ્વરૂપ જોઈને સૌ કોઈ પુલકિત થઈ જાય છે અને તે ક્ષણ અદભૂત હોય છે.
તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ડેમનું કામ પૂર્ણ કરવામાં ખૂબ જહેમત ઉઠાવી છે અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા પછી માત્ર ૧૭ દિવસ માંજ તારીખ ૧૨-૬-૨૦૧૪ના રોજ Narmada ડેમનું બાકી કામ પુરૂ કરવાની મંજૂરી આપી તરત જ ડેમની ઊંચાઈ વધારવાનું કામ શરૂ કરવામાં આવ્યું અને ડેમના ૩૦ દરવાજાઓ બેસાડવાની કામગીરી તારીખ ૧૦-૭-૨૦૧૬ના રોજ ૯ માસ વહેલાં પૂર્ણ કરવામાં આવ્યું ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી તા. ૧૭-૬-૨૦૧૭ ના રોજ મુખ્ય બંધના બધાજ ૩૦ રેડિયલ ગેટસને બંધ કરવામાં આવ્યા અને માનનીય વડાપ્રધાન દ્વારા તા. ૧૭-૯-૨૦૧૭ ના રોજ દરવાજા બંધ કરીને ડેમને રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યો. રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ અત્યાર સુધીમાં કુલ-૫ વખત વર્ષ ૨૦૧૯,૨૦૨૦,૨૦૨૨,૨૦૨૩ અને ૨૦૨૪ માં તેની મહત્તમ સપાટીએ ડેમ ભરાયો છે આ ડેમ ૧૩૮.૬૮ મીટરની સપાટીએ પહોંચે ત્યારે તેની જળ સંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘન મીટર પાણી સંગ્રહાય છે. આ ડેમ કૃષિ, પીવાના પાણી અને વીજળી પુરવઠા માટે દેશને મહત્વ પૂર્ણ સાબિત થયો છે અને ગુજરાતના ભવિષ્ય માટે સમૃધ્ધિના દ્વાર ખોલ્યા છે ગુજરાતની પ્રગતિમાં Narmada યોજનાનો અમુલ્ય ફાળો છે. Narmada નદીના પાણીથી સુજલામ્ સુફલામ્ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના દાંતીવાડા, મુક્તેશ્વર, ધરોઇ વિગેરે ૩ મોટા-મધ્યમ ડેમોમાં પાણી નાખવામાં આવે છે અને ૯૦૯ તળાવો ભરવામાં આવ્યા છે.
Narmada યોજના દ્વારા સૌની યોજનામાં ૧૧૫ ડેમોમાં પાણી નાખવામાં આવે છે તથા નાના-મોટા ચેકડેમોમાં પાણી ભરવામાં આવે છે. Narmada યોજના દ્વારા ૧૦,૦૧૪ ગામો ૧૮૩ શહેરો તથા ૭ મહાનગર પાલિકાઓ મળીને ગુજરાતની આશરે ૪ કરોડની પ્રજાને Narmadaનું પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે એટલું જ નહીં આ યોજનાથી ગુજરાતની અંદાજે ૧૭.૯૨ લાખ હેક્ટર જમીન અને રાજસ્થાનની ૨.૪૬ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. Narmada યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે એટલે કે, ડેમ તા.૧૧/૦૮/૨૦૨૪ના રોજ ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું તેના ૫૧ દિવસ સુધી ઓવરફ્લો થયો અને કુલ ૧૦,૦૧૨ મીલીયન ધનમીટર ( ૮.૧૭૭ MAI ) ઓવરફ્લો થયો ચાલુ વર્ષે Narmada બંધના ઓવરફ્લો દરમ્યાન રાજ્યની ૧૦ નદીઓ જેવી કે, પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ નદીઓમાં પાણી વહેવડાવી જીવંત કરવામાં આવેલ છે. Narmada મૈયાના પાવન જળ કેવડીયા એકતાનગરથી ૭૪૩ કિ.મી.ની યાત્રા પુરી કરીને કચ્છના છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી રાજ્યના ઈજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે.
નદી કિનારે નારિયેળી રે… ભાઈ… નારિયેળી રે… હેજી મારે Narmada મૈયા ઉત્તવાહિની પરિક્રમાને કાજ રે… ભાઈ… નારિયેળી રે… પહેલું તે પગલું રામપુરા રણછોડરાય મંદિર કિડી-મકોડી ને ઘાટ રે… ભાઈ… નારિયેળી રે… બીજું તે પગલું શહેરાવ પુલ ઘાટ Narmada નદીના પટમાં રે… ભાઈ… નારિયેળી રે… ત્રીજું તે પગલું તિલકવાડા મણિનાગેશ્વર મંદિરને દ્વાર રે… ભાઈ… નારિયેળી રે… ચોથું તે પગલું રેંગણ ઘાટ જેટી નાવડીને માય રે… ભાઈ… નારિયેળી રે… પાંચમું તે પગલું રામપરા કિડી-મકોડીને ઘાટ રે… ભાઈ… નારિયેળી રે… પંચકોશી પરિક્રમા સ્નાન કરી પૂર્ણ થઇ રે… ભાઈ… નારિયેળી રે… નર્મદે હર…નર્મદે સર્વદે…સૌને સુખ દે…