સામાજીક, ધાર્મિક સંસ વિવિધ કોલેજોના સંચાલકો સો બેઠક: શહેરીજનોને ઉમટી પડવા કોર્પોરેશનના પદાધિકારીઓની અપીલ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર મેઘરાજાની અસીમ કૃપાી ૧૩૮ મીટર એટલે કે પૂર્ણ સપાટીએ ભરાઈ જવાના અવસરે કાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં અને  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આવતીકાલે સવારે  ૮:૩૦ થી ૧૦:૩૦ દરમ્યાન આજી ડેમ ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને અનુલક્ષીને આજે મહાપાલિકા દ્વારા ખાતે મીટીંગ હોલમાં મેયર બીનાબેન આચાર્ય, પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, મહિલા પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ભાજપા મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શ્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, ડે. કમિશનર ચેતન નંદાણી, ચેતન ગણાત્રા, રાજકોટ મહાનગરપાલિકાની જુદીજુદી કમિટીઓના ચેરમેન, અધિકારી, પદાધિકારી, ભારતીય જનતા પાર્ટીના હોદેદારો તેમજ વિવિધ કોલેજો, સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ, એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી.

મેયરે જણાવ્યું હતું કે, સૌની યોજનાથી પાંચ વખત આજી ડેમ ભરવામાં આવ્યો છે. રાજકોટની જનતાને પાણીની સમસ્યામાંથી મુક્તિ આપી છે. હાલમાં સરદાર સરોવર ડેમ ૧૩૮ પૂર્ણ સપાટીએ ડેમ ભરાઈ ગયેલ છે ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન આ નર્મદા યોજનાથી પીવાના પાણીની અને સિંચાઇ માટે ખૂબ લાભ થશે. ત્યારે કાલે રાજકોટ શહેરના નગરજનો ખૂબ જ ઉત્સાહથી નર્મદાના નીરના વધામણા અને મહાઆરતી તેમજ વૃક્ષારોપણમાં જોડાઈ તેવી અપીલ કરી હતી.

આ બેઠકમાં વ્યવસ્થા માટે જુદીજુદી કમિટીની રચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શાનદાર થાય તે માટે પ્રદેશ અગ્રણીશ્રી નીતિનભાઈ ભારદ્વાજે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીને ગીફ્ટના રૂપે નર્મદા વધામણા કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ માટે વિવિધ કમિટીને જવાબદારી સોંપવામાં આવી હતી. આજે પણ આજીડેમમાં ૨૫ ફૂટ પાણી નર્મદા નદીનું છે, આ સમગ્ર કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાનો છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સહકાર આપવાનો છે, સમગ્ર ગુજરાતમાં એક સાથે સવારે ૧૦:૦૦ કલાકે નર્મદા વધામણા કરવામાં આવશે. સવારે ૮:૩૦ કલાકે પ્લાસ્ટિક પ્રતિબંધનો કાર્યક્રમ ત્યારબાદ ૧૦:૦૦ કલાકે નર્મદા વધામણા કાર્યક્રમ અને અંતમાં બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

વધુમાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રી ઉદયભાઈએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોના સંધર્ષ પછી આજની અમુલ્ય તક મળી છે, આ તકે કેવડીયામાં સરદાર સરોવર ડેમ ખાતે વધામણા કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ તમામ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે જુદાજુદા મુદ્દે ચર્ચા કરી સંપૂર્ણ આયોજનની રૂપરેખા આપી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે આજીડેમ ખાતે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પૂર્ણ સપાટી સુધી ભરાઈ જવાથી  નમામિ દેવી નર્મદે મહોત્સવની ખૂબ જ ધામ ધૂમથી ઉજવણી થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આ ઉજવણીમાં સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, અને શહેરીજનોની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાના નીરના વધામણા, મહાઆરતી, રાસ ગરબા, લોકગીત, લોકસાહિત્ય તથા સંતોના આશીર્વચન બેન્ડ સુરાવલી, શંખનાદ વિગેરે કાર્યક્રમનું આયોજન કરાવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લાની છ નગરપાલિકાઓ દ્વારા નર્મદા નીરના વઘામણા કરાશે

02 rmc site vist aji dem 002 rmc site vist aji dem

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમનું બાંધકામ પૂર્ણ થતાં છેલ્લા૬ સાત દાયકામાં પ્રથમવાર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ એટલે કે ૧૩૮.૬૭ મીટર સુધી જળરાશી ભરાયો છે. આ ઐતિહાસિક ક્ષણની વડાપ્રધાનના જન્મજદિને સમગ્ર રાજયમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ પણ સહભાગ બનવાની છે.

રાજકોટ જિલ્લામાં નમામી દેવી નર્મદે મહોત્સવ અન્વરયે નર્મદા નીરના વઘામણા કાર્યક્રમો તા.૧૭-૯-૧૯ ના રોજ યોજાશે. જેમાં ઉપલેટામાં નગરપાલિકા દ્વારા સોમનાથ મંદિરે, ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પંચનાથ મહાદેવ મંદિરે, ભાયાદર નગરપાલિકા દ્વારા રૂપાવટી નદીના કિનારે, જસદણમાં નગરપાલિકા દ્વારા આલણ સાગર ડેમ ખાતે, ગોંડલમાં નગરપાલિકા દ્વારા આશાપુરા મંદિર પાસે અને જેતપુર નગરપાલિકા દ્વારા તળાવ ખાતે નર્મદાનીરના કાર્યક્રમો યોજાશે.

આજી ડેમની સ્ળ મુલાકાત લેતા પદાધિકારીઓ-ભાજપ અગ્રણીઓ

મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે નમામિ દેવી નર્મદે મહોત્સવ, નર્મદા નીરના વધામણા, મહાઆરતી તથા વૃક્ષારોપણ અંતર્ગત યોજાનાર કાર્યક્રમની સ્થળ મુલાકાત મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમને ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, માર્કેટ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૪ પ્રભારી અશોકભાઈ લુણાગરીયા તથા અધિકારી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.