રાજકોટ જીલ્લામાં ૨૭મીથી ર્માં નર્મદા યાત્રા શ‚ થશે: ભાજપ દ્વારા તડામાર તૈયારી: કાર્યાલય ખાતે યોજાઇ બેઠક

સૌની યોજના અંતર્ગત ગુજરાતભરમાં સિંચાઇ અને પીવાના પાણીની સંપૂર્ણ સમસ્યા દુર થઇ છે. ગામે ગામ નર્મદાના પાણી આગામી દિવસોમાં નર્મદા મહોત્સવ યાત્રા ર૪ જીલ્લાઓમાં તા.ર૭મી જુલાઇથી પ ઓગષ્ટ દરમ્યાન યોજાનાર છે. જેના અનુસંધાને જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે કિશાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઇ જેબલીયા, જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોધરાની ઉ૫સ્થિતિમાં યોજાયેલ હતું.

માં નર્મદા મહોત્સવ યાત્રાને જીલ્લાભરમાં વધાવવા માટે જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા પ્રમુખ ડી.કે.સખીયાના માર્ગદર્શન હેઠળ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોધરાએ એક યાદીમાં જણાવાયું  હતું કે નર્મદા આપણા ગુજરાત માટે જીવાદોરી સમાન નદી છે. લોકોને પીવાનું પાણી અને કિશાનોને સિંચાઇ માટેનું પાણી પુરુ પાડે છે. જેના દ્વારા ગામડાઓની સમૃઘ્ધિ વધી છે. આપણા નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા પછી ૧૭ દિવસમાં નર્મદા ડેમ ઉપર દરવાજા નાખવાની મંજુરી મળી ગયેલ અને તાજેતરમાં આ દરવાજા બંધ રાખવાની મંજુરી પણ નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્રની સરકાર દ્વારા મળેલ જેના અનુસંધાને ગુજરાતના માન. મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, માન. નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે દરવાજા બંધ કરવાનું કાર્ય હાથ ધરાયું હતું.

ગામે ગામ નર્મદાના પાણી આગામી દિવસોમાં પહોંચશે. ભાજપ સરકારમાં થયેલ આ કાર્યને લોકો સુધી પહોંચાડવા હેતુ રાજય સરકાર દ્વારા માં નર્મદા મહોત્સવ યાત્રા યોજાનાર છવે. જેના અંતર્ગત રાજકોટ જીલ્લાભરમાં યાત્રાને વધાવવા માટે ગ્રામ્ય લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીલ્લા ભાજપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. તાલુકાના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

બેઠકમાં પ્રદેશ ઉપાઘ્યક્ષ જશુમતિબેન કોરાટ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહીના આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.