138.68 મીટરની ઉંચાઇ ધરાવતા સરદાર સરોવર ડેમની સપાટી 131 મીટરે પહોંચી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ આવતા મહિને ઓવરફ્લો થઇ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. 138.68 મીટરની ઉંચાઇ ધરાવતા નર્મદા ડેમની સપાટી આજે 131 મીટરે પહોંચી જવા પામી છે. હવે ડેમ છલકાવામાં માત્ર 7.68 મીટર બાકી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળ સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો થયો છે.

ગુજરાતના તમામ ગામડાઓ અને શહેરોમાં નર્મદા મૈયાનું અવતરણ થઇ ચુક્યું છે. સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કેન્દ્રમાં વર્ષ-2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર બન્યા બાદ 17માં દિવસે નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે ડેમની ઉંચાઇમાં 17 મીટરનો તોતીંગ વધારો થયો હતો અને જળસંગ્રહ શક્તિમાં પણ વધારો થયો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી નર્મદા ડેમને તેની પૂર્ણ ક્ષમતા અર્થાત્ 138.68 મીટર સુધી ભરવામાં આવે છે. ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલા વરસાદના કારણે ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળ સપાટીમાં 15 સેન્ટી મીટરનો વધારો થયો છે. આજે ડેમની સપાટી 131 મીટરે પહોંચી જવા પામી છે. હવે સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 7.68 મીટર બાકી છે. હાલ ડેમમાં પ્રતિ સેક્ધડ 22199 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેની સામે રિવરબ્રેક પાવર હાઉસમાંથી 44356 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.

પાણીની આવક સતત ચાલુ હોવાના કારણે આગામી માસ અર્થાત્ સપ્ટેમ્બર માસમાં સરદાર સરોવર ડેર ઓવરફ્લો થઇ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જો સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઇ જશે તો દોઢથી બે વર્ષ ગુજરાતને સિંચાઇ અને પીવાના પાણીમાં કોઇ જ મુશ્કેલી પડશે નહિં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.