• નમામિ દેવી નર્મદે
  • નર્મદાના વહી જતા પાણીનો સદ્પયોગ કરવાનો રાજય સરકારનો નિર્ણય: રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાના જળાશયોમાં ચાર પાઈપલાઈન મારફત 1300 ક્યુસેક પાણી ઠાલવાશે

સૌરાષ્ટ્રના સાત જિલ્લાના 40 જળાશયોમાં અને ઉત્તર ગુજરાતના 952 તળાવોને નર્મદાના નીરથી છલકાવી દેવાશે

ગુજરાતની જીવાદોરી મનાતો સરદાર સરોવર ડેમમાં પાણીની ચિકકાર આવક થઇ રહી છે. છેલ્લા ચારેક દિવસથી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યા છે. નર્મદાના વહી થતા નીરનો સદપયોગ કરવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે નર્મદાના નીરથી સૌરાષ્ટ્રના સાત જિલ્લાના 40 જળાશયો અને ઉત્તર ગુજરાતના 952 તળાવોને ભરી દેવાનો ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે.

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં આવશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદીજુદી સૌની યોજનાની 4 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે.

હાલ આ પાઈપલાઈનો દ્વારા 1 હજાર 300 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ જળાશયમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે.

ક્રમશ: તેમાં વધારો કરીને 2000 ક્યુસેક્સ ઉપરાંત પાણીનું ઉદવહન કરીને સૌરાષ્ટ્રના આ જળાશયો આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.

વરસાદ ખેંચાશે તો આ જિલ્લાઓના આશરે 600 ચેકડેમ/તળાવો પણ ભરવાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં કરવામાં આવ્યું છે.

હાલ પીવાના પાણીના જથ્થા માટે અનામત હોય તેવા જળાશયોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદીજુદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે મુખ્યમંત્રીના દિશાદર્શનમાં આગોતરું આયોજન કર્યું છે.

હાલ આ પાઈપ લાઈનો દ્વારા 1 હજાર ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે તે ક્રમશ: વધારીને 2400 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને ઉત્તર ગુજરાતના આ તળાવોમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.

ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 90 ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 3,00,400 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 89.92 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,46,857 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.92 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 49 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે 13 જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના 40 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત 20 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 41 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.37 ટકા, સૌરાષ્ટ્રના 141માં 53.17 ટકા, કચ્છના 20 જળાશયોમાં 51.48 ટકા, મધ્ય ગુજરાતના 17માં  50.48 ટકા તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.65 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

એક તરફ નર્મદા ડેમનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં સંતોષકારક વરસાદ પડયો નથી જેના કારણે જળ જરૂરિયાત સંતોષતા જળાશયોમાં પાણીની સંતોષકારક આવક થવા પામી નથી. સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, બોટાદ, જામનગર અને ભાવનગરમાં પાણીની ખેંચ વર્તાય રહી છે. ઓગસ્ટ માસ અડધો વિતવા છતા જળાશયોમાં પાણીની સંતોષકારક આવક થવા પામી નથી જેના કારણે સ્થિતિ કફોડી બની છે. ત્યારે રાજય સરકાર દ્વારા ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નર્મદાના વહી જતા પાણીનો સદપયોગ કરવામાં આવશે સૌની યોજનાની ચાર પાઇપ લાઇન મારફત સૌરાષ્ટ્રના સાત જિલ્લાના 40 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જો વરસાદ ખેંચાશે તો હજી વધારાના નર્મદાના નીર જરૂરિયાત વાળા વિસ્તારોને આપવામાં આવશે.

રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા એકપણ ડેમમાં પાણીની સંતોષકારક આવક થવા પામી નથી. આવામાં રાજકોટ મહાપાલીકા દ્વારા ગત સપ્તાહે રાજય સરકાર પાસે 750 એમ.સી.એફ.ટી. નર્મદાના નીરની માંગણી કરવામાં આવી હતી. જેનો ત્વરિત સ્વિકાર કરી લેવામાં આવ્યો હતો ગઇકાલથી શહેરના આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 17મી સપ્ટેમ્બરના દિવસે નર્મદા ડેમના દરવાજા અંત્મિ ઘડીએ ખોલવામાં આવતા અનેક જિલ્લાઓમાં પુર 5્રકોપ જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. આ વર્ષ આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજય સરકાર દ્વારા અગાઉથી જ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા ડેમ 90 ટકા સુધી ભરાય જવાના કારણે કુલ લેવલ જાળવી રાખવા માટે ડેમના દરવાજા ખોલી લાખો કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વહી જતાં આ મહામૂલ્ય પાણીનો ઉપયોગ કરી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની રેલમ છેલ કરી દેવાશે.

દર વર્ષ ઉનાળાની સિઝનમાં સૌરાષ્ટ્રવાસીઓની તરત છીપાવતા નર્મદા મૈયા આ વખતે ચોમાસામાં તારણહાર બનીને આવ્યા છે. રાજકોટમાં અપુરતા વરસાદના કારણે જળ કટોકટી સર્જાય તે પૂર્વ માઁ નર્મદાની પાવનકારી પધરામણી થઇ ચૂકી છે. રાજયના એક પણ વિસ્તારમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે રાજય સરકાર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. રાજયમાં આ મેઘરાજાના બે અલગ અલગ રૂપ જોવા મળ્યા છે. એક તરફ અમુક જિલ્લામાં અનરાધાર વરસાદ પડયો છે. તો બીજી  તરફ મેઘાએ માત્ર ઝાપટા સ્વરુપે જ હેત વરસાવ્યું છે.

જેના કારણે ભર ચોમાસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવાની આવશ્યકતા ઉભી થઇ છે.

કેબિનેટમાં પણ નર્મદાના મહામૂલા નીરના સદપયોગ કરવા ચર્ચા

સામાન્ય રીતે દર બુધવારે રાજય સરકારના મંત્રી મંડળની બેઠક યોજાતી હોય છે દરમિયાન આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખેડા જીલ્લાન મુલાકાતે હોવાના કારણે આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજયના અનેક વિસ્તારોમાં  અપુરતા વરસાદના કારણે પાણીની ખેંચ વર્તાય રહી છે. બીજી તરફ નર્મદા ડેમ 90 ટકા જેટલો ભરાય જવાના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીનો યોગ્ય ઉપયોગ કરવા માટે રાજય સરકારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ભર ચોમાસે નર્મદાનાનીર આપવાનો નિર્ણય લીધો છે. દરમિયાન આજે કેબિનેટમાં નર્મદા ડેમની સપાટી અંગે ચર્ચા કરવામાં આવી હતી. નદીમાં વહી જતાં નર્મદાના મહામુલા નીરનો સદપયોગ કરવા ચર્ચા કરાય હતી અને યોગ્ય આયોજન કરવાનું પણ નકકી કરાયું હતું.ફ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.