- સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી ગઈ
- હાલ નર્મદા ડેમની જળ સપાટી 134.55 મીટરે પહોંચી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. ઉપરવાસમાંથી 2 લાખ 14 હજાર ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.55 મીટરે પહોંચી ગઈ છે. તેમાં લાખો લોકોની જીવાદોરી સમાન નર્મદા ડેમ 88 % ભરાઈ ગયો છે. આ સાથે પાણીની આવક વધતા હાલ નર્મદા ડેમના 15 દરવાજા 2.25 મીટર ખુલ્લા કરાયા છે. અને ડેમમાંથી નર્મદા નદીમાં કુલ 2 લાખ 13 હજાર 655 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને લઈ વડોદરા, ભરૂચ, નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે
હાલ નર્મદા દેમના 15 ગેટ ખોલવામાં આવ્યા છે. તમામ ગેટ 2.85 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નદીકાંઠા વિસ્તારના 42 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને આ સ્થિતીને પહોંચી વળવા માટે સ્થાનિક જિલ્લા પ્રસાશન દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સાવચેતીના ભાગરૂપે કાંઠા વિસ્તારમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.