સરદાર સરોવર ડેમની સપાટી 137.17 મીટરે પહોંચી: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને 17 સપ્ટેમ્બર સુધીમાં ડેમ ભરાય જશે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ર4 કલાક દરમિયાન ડેમની સપાટીમાં 9 સેન્ટી મીટરનો વધારો થવા પામ્યો છે. 138.68 મીટરે છલકાતા સરદાર સરોવર ડેમની સપાટી આજે સવારે 137.17 મીટરે પહોંચી જવા પામી છે. હવે ડેમ છલકાવામાં માત્ર દોઢ મીટર જ બાકી રહ્યો છે. આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિન છે ત્યાં સુધીમાં ડેમને પૂર્ણ ક્ષમતાથી ભરી દેવામાં આવશે.
મધ્યપ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની અનરાધાર આવક થવાના કારણે છેલ્લા ઘણા દિવસોથી ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં પ્રતિ સેક્ધડ 66353 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે 15370 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન પૂર્વ ડેમને પૂર્ણ કક્ષાએ ભરી દેવાનું આયોજન છે. જેના કારણે હાલ ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર રૂલ લેવલ જાળવવા દરવાજા ખૂલ્લા રાખવામાં આવ્યા છે. ડેમ 95 ટકાથી વધુ ભરાય ગયો છે.