નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે પણ તા. ૧૩ મી ઓગસ્ટ, ૨૦૧૯ ને મંગળવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે નર્મદા ડેમની જળરાશીની આવકમાં ૧,૨૭,૭૧ ક્યુસેકનો વધારો નોંધાયો છે.
આ સાથે જ ડેમની સપાટી ૧૩૧.૮૪ મીટર રહેવા પામી હતી.જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૨૭૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો-૧૧૦૩ મિ.મિ. સાથે બીજા સ્થાને, નાંદોદ તાલુકો-૧૦૮૧ મિ.મિ. સાથે ત્રીજા સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૧૦૭૯ મિ.મિ. વરસાદ સાથે ચોથા ક્રમે અને સાગબારા તાલુકો-૯૯૫ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૩૧.૮૩ મીટર, કરજણ ડેમ- ૧૦૯.૫૨ મીટર, નાના કાકડીઆંબા ડેમ- ૧૮૭.૭૩ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૫ મીટરની સપાટી રહેવા પામી છે.