પાણી ચોરીને નાથવા એસ.આર.પી.ની ૯ ટીમો બનાવાય: બેફામ પાણી ચોરીના કારણે કેનાલના લેવલો તુટતા સૌરાષ્ટ્રમાં વિકરાળ બનતો પાણી પ્રશ્ન
છેલ્લા કેટલાય દિવસી રાજકોટ, કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણીની બૂમરાણ પાછળ હળવદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર નજીકના વિસ્તારોમાં નર્મદા કેનાલની પાઇપલાઇનમાંી મોટાપાયે મોટા મોટા પાઇપ અને મોટર મૂકીને કરાતી પાણીની ચોરી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. એકતરફ વરસાદ આવ્યો ની અને સનિક જળાશયોમાં પાણી ની ત્યારે નર્મદાની બ્રાન્ચ કેનાલ કી જે પાણી આપવામાં આવે છે તેમાંી ૮૦ી ૯૦ ટકા જેટલું પાણી બારોબાર પાઇપ મૂકીને રસ્તામાં આવતા ખેતરોમાં લઇ લેવામાં આવે છે. કેટલાક ખેડૂતો એટલા મોટા પાઇપ મૂકે છે કે તેના કારણે કેનાલમાં ગાબડા પડી જતા સરકારી તંત્રને યુધ્ધના ધોરણે સરકારી કર્મચારીઓ સો એસઆરપીને મૂકીને પાણી માટેની પાઇપો કાપીને ફેંકી દેવાનું અભિયાન ચલાવવાની ફરજ પડી છે. રાજકોટ, મોરબી અને કચ્છ માટે સરકાર પાણી આપવાની જાહેરાતો કરે છે પરંતુ પાણી પહોંચાડી શકતી ની તેવી ફરિયાદો પાછળ નર્મદાની આ વિસ્તારમાં પાણી પહોંચાડતી શાખા કેનાલમાંી કેટલાક ખેડૂતો દ્વારા તેમના ખેતરોમાં પાણી પહોંચાડવા માટે પાઇપો મૂકીને પાણી ખેંચી લેવાય છે. પાણીપુરવઠા અને સિંચાઇ વિભાગના સૂત્રોના જણાવ્યામુજબ આ પાણીની પાઇપો મોટી હોય છે કે તેના કારણે કેનાલના મૂળ કામને મોટુ નુકસાન ઇ રહ્યું છે. કેનાલની નજીકના વિસ્તાર ઉપરાંત ખેતર દૂર હોય તો પાઇપો મારફતે કાંસમાં પાણી ઠાલવવામાં આવે છે અને તેને કેટલાક કિલોમીટર દૂરના ખેતર સુધી પણ પહોંચાડાય છે. કેટલીક જગ્યાએ જો પાઇપ મૂકીને ગ્રેવીટીી જ પાણી મળી શકે તેમ ના હોય તો કેનાલની અંદર સબર્મર્સીબલ પંપ મૂકીને સીધુ પાણી પાઇપ મારફતે નજીકના કાંસ કે કૂવામાં ભરી દેવાય છે અને ત્યાંી ખેતરોમાં લઇ જવાય છે.
હરિપર, ચંદ્રગઢ, માળિયાદ, અમરપરા અને ઇસનપુર સહિત અનેક ગામ એવા છે જયાં કેનાલમાં મોટા મોટા કાણા પાડી દેવાયા છે. જયારે સિંચાઇ વિભાગ આ કેનાલને એસઆરપીની મદદી કાપીને ફેંકી દે છે ત્યારે ત્યાંી પાણી લીક વાનું જોખમ સર્જાય છે અને તે સો કેનાલમાં અસ્તર ઉખડી જાય છે અને કેનાલમાં ગાબડુ પણ પડી જતું હોય છે. સરકારે હાલ આ પાણી ચોરી રોકવા માટે પોલીસ, રેવન્યુ, સિંચાઇ, નર્મદા વિભાગ અને એસઆરપીના જવાનો મળીને કુલ ૯ જેટલી ટીમ બનાવી છે જેઓ સમગ્ર વિસ્તારમાં કેનાલના રૂટ પર ફરીને જ્યાં જ્યાં આવી પાઇપો નાખેલી છે તે કાઢી નાખવાનું કામ કરી રહ્યા છે.