સિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ રદ કરીને યુનિ. તંત્ર દ્વારા હવે જાતે જ સિક્યુરીટીની નિયુક્તિ કરવાની કવાયત
નર્મદ યુનિવર્સિટીની સેનેટ સભામાં યુનિવર્સિટી દ્વારા સિકયુરીટી પાછળ જે લાખો રૃપિયાનો ખર્ચો કરે છે, તે અમેરિકાના વ્હાઇટ હાઉસ કરતા પણ વધારે છેતેવી ટકોર આજની સિન્ડીકેટ બેઠકમાં સિકયુરીટીનો કોન્ટ્રાકટ રદ કરીને યુનિવર્સિટીએ જાતે જ નિમણુંક કરવાનો ઠરાવ મુકયો હતો.
વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે સિકયુરીટી પાછળ લાખ્ખો રૃપિયાનો ખર્ચો કરવામાં આવે છે. ગત વર્ષે અંદાજે ૫૫ લાખનો ખર્ચ થયો હતો. આટલો ખર્ચો કરવા છતા પણ સિકયુરીટીના નામે મીંડુ હોવાનો પ્રશ્ન ઉઠયો હતો. ભાવેશ રબારીએ સેનેટ સભામાં આ સિકયુરીટીને લઇને જે ખર્ચો થાય છે, તેટલો ખર્ચો તો અમેરિકાના વ્હાઇટ હાઉસ પાછળ પણ થતો નથી. તેવી ટકોર કરી હતી.
આજની સિન્ડીકેટ બેઠકમાં સિકયુરીટીનો કોન્ટ્રાકટ રદ કરીને યુનિવર્સિટી દ્વારા અગિયાર માસના કોન્ટ્રાકટ પર ભરતી કરવા માટે એજન્ડા પણ બાબત આવી હતી. જોકે આ બાબત અંગે સર્વાનુંમતે એવો ઠરાવ થયો હતો કે આ નિર્ણય લેતા પહેલા નાણાં સમિતીનો અભિપ્રાય લેવો જરૃરી હોવાથી ત્યાંથી મંજુરી આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવાનું નક્કી થતા આ એજન્ડાને નાણા સમિતીમાં રીફર બેક કર્યો હતો. આ ઉપરાંત સફાઇ કોન્ટ્રાકટર આપવા માટે ટેન્ડરોથી આપવાનું નક્કી કર્યુ હતુ.