૨૧મી સદીના વિશ્વ ને મહિલા નું મહત્વ સમજવામાં જે સમય લાગ્યો તે વાત ભારતીય વેદ પુરાણોમાં દાયકાઓ નહીં પરંતુ સદીઓ પહેલા સમજાવી દેવામાં આવી છે, એ વાત અલગ છે કે પુરૂષ પ્રધાન સામાજિક વ્યવસ્થામાં મહિલાને નંબર વનનો દરજ્જો આપવામાં જે ઓજલ પરહેજ રાખવામાં આવ્યો તે ખરેખર મહિલા સશક્તિકરણ અને મહિલાના સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વનું એક હડહડતું અપમાન જ છે
નારી તું નારાયણી… ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરામાં મહિલા નું સામર્થ્ય અને સામાજિક ઉત્તરદાયિત્વ નું મહત્વ આદિકાળથી રહેલું છે ,૨૧મી સદીના વિશ્વ ને મહિલા નું મહત્વ સમજવામાં જે સમય લાગ્યો તે વાત ભારતીય વેદ પુરાણોમાં દાયકાઓ નહીં પરંતુ સદીઓ પહેલા સમજાવી દેવામાં આવી છે, એ વાત અલગ છે કે પુરુષ પ્રધાન સામાજિક વ્યવસ્થામાં મહિલાને નંબર વન નો દરજ્જો આપવામાં જે ઓજલ પરહેજ રાખવામાં આવ્યું તે ખરેખર મહિલા સશક્તિકરણ અને મહિલાના સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નું એક હડહડતું અપમાન જ છે, મહિલા વગરના સમાજ અને સંસારની પરિકલ્પના “અશક્ય” છે આજના યુગમાં સામાજિક આર્થિક જવાબદારી મોટાભાગે પુરુષો ના ખંભે હોય છે અને ઘર ચલાવવું પરિવારને સાચવવું તે એક મહારથી નું કામ ગણવામાં આવે છે ,બીજી તરફ પૈસા કમાવવા ને ખુબ જ અઘરુ કાર્ય માનવામાં આવે છે,, ત્યારે એકલા હાથે આખા ઘર પરિવાર ની જવાબદારી સંભાળનાર મહિલાનું કામ ક્યારેય નજરમાં આવતું નથી… જે મહિલા પિતાના ઘેર દીકરી થઇને આ અવતરે ત્યારથી જ ત્યાગ અને બલિદાન માં નિમિત થવા લાગે છે, દીકરી જન્મતાની સાથે બાપ ની મિલકત માંથી પોતાના ભાઈને હીસ્સો વધુ મળે તે માટે ત્યાગનું પ્રથમ સોપાન સમાજને અર્પણ કરે છે મોટી થતી દીકરી શિક્ષણ અને સામાજિક હાલો લાભ લેવા માટે પણ જ્યાં ભાઈને જગ્યાન ની જરૂર ઊભી થાય ત્યાં દૂર ખસી જાય છે મોટી થઈને પરણીને સાસરે જતી દિકરી પિતાને ત્યાંનું સર્વસ્વ મૂકી ને પારકે ઘરે ચાલી જાય, બાપને ત્યાં લાડકોડમાં ઉછરેલી દીકરી સાસરે જાય એટલે બીજા દિવસથી જ ઘર કુટુંબ રસોડાની જવાબદારી નેજીવનભરની મૂડી તરીકે ગાંઠે બાંધી લેશે પછી સંતાનોના ઉછેર પતી ને સહિયારો આપવા અને પરિવાર માટે દુ:ખ સહન કરવાની વિરાટ શક્તિ કામે લગાડતી મહિલા ખરેખર સંસાર ચક્રનું મુખ્ય કેન્દ્રબિંદુ જીવનભર બની રહે છે, માત્ર પૈસો કમાવવું કુટુંબના ભરણપોષણ માટે પૂરતું નથી મહિલાનું યોગદાન પણ નગણ્ય ગણી શકાય માત્ર પૈસા કમાવા થી બાળકોનો ઉછેર, ઘરની જવાબદારી પરિવારનું પોષણ અને સામાજિક ઉત્તરદાયિત્વ પૂરું થતું નથી… મહિલા જ સમાજની બધી કષ્ટ ભરી પરિસ્થિતિ નું વહન કરવાની તાકાત ધરાવે છે આપણા વેદ ઉપનિષદ માં મહિલા ની આ શક્તિની સદીઓ પહેલા કદર કરવાની શિખામણ અપાયેલી છે નારી તું નારાયણી નો આ શ્લોક હવે આજના યુગમાં સમાજ જેટલો જલ્દી થી સમજી લેશે તેટલો મહિલાના ઉત્તરદાયિત્વ ની કદર કરી ગણાશે અદાલત એ પણ તાજેતરમાં એક ચુકાદામાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે ઘર સાચવવું એ રૂપિયા લડવા કરતાં તા જરાય ઓછું નથી, ઘરકામ પણ ઓફિસ કામ અને કમાણી કરવા નિ ઝંઝટથી જરાય ઓછું નથી ગૃહિણીઓના કાર્યને ઓછા આંકવા ની વિચારધારા જ બદલવાની જરૂર છે ભારત વર્ષ હિન્દુ સનાતન ધર્મ અને વિશ્વમાં સૌથી વધુ માનવામાં આવતા તમામ ધર્મોમાં આદર અને સન્માન નું કેન્દ્ર ક્યાંકને ક્યાંક નહિ પરંતુ તમામ ધર્મોમાં મહિલાઓને કેન્દ્રમાં રાખીને જ કરવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં શંકર પાર્વતી, રામ સીતા, ખ્રિસ્તી સમાજમાં મધર મેરી અને ઇસ્લામ માં પણ મહિલાઓની સન્માન ની આધારશીલા પર જ ધર્મ સંસ્કૃતિ અને આગળ ધપાવવામાં આવી છે આ આધુનિક યુગમાં પણ હવે માનવી પૃથ્વી પરથી ચંદ્ર અને મંગળ સુધી વિચાર યાત્રા અને સમગ્ર બ્રહ્માંડના ભેદ ઉકેલવા મથામણ કરી રહ્યો છે ત્યારે સમાજમાં વચ્ચે રહેલા મહિલા ની શક્તિ ની કદર અને ઉપાસના કરવામાં આપણે જો આજે પણ વેદ પુરાણો ના આશરા લેવા પડતા હોય તો તે આપણી કમનસીબી જ ગણાય નારી તું નારાયણી હતી છે અને રહેશે તે પુરુષપ્રધાન સામાજિક વ્યવસ્થા જેટલું વહેલું સમજી જાય તેટલું સારું રહેશે….