યુનિલિવર કંપનીના એચઆર હેડ લીના નાયર ચેનલ ગ્લોબલ ના નવાસીઈઓ બન્યા
ભારતની નારી શક્તિ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી રહી છે એટલું જ નહીં તેઓ આ ક્ષેત્રે અન્ય મહિલાઓની સરખામણીમાં ખૂબ જ આગળ જોવા મળે છે. અરે સર્વપ્રથમ પેપ્સીકો ના ઈન્દિરા નૂઈ જે રીતે સીઈઓ બન્યા તેવી જ રીતે હાલ યુનિલિવર કંપનીના એચઆર હેડ લીના નાયક કે જેવો 52 વર્ષના છે તેઓ પણ ચેનલ ગ્લોબલના નવા સીઈઓ બન્યા છે અને તેઓ નુયીના પથ પર આગળ વધી રહ્યા છે. કંપનીના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે નવા સીઇઓ બન્યા તેનાથી કંપનીને ખૂબ જ ફાયદો થશે અને વૈશ્વિક ફલક ઉપર એક અલગ નામના પ્રસ્થાપિત થશે.
લીના નાયર એ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓને જે પદ મળ્યું છે તેનાથી તેઓ ગૌરવની અનુભૂતિ કરી રહ્યા છે અને ક્રિએશનની સ્વતંત્રતા માં જે રીતે કંપનીનો ભરોસો છે તે ખરા અર્થમાં સરાહનીય છે. લીના નાયરની એચઆર લીડરશીપની કળા સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તેમના જણાવ્યા મુજબ નાનો સમય ખરા અર્થમાં એચઆર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. લીના નાયર જે રીતે આગળ વધી રહ્યા છે તેનાથી તે વાત સ્પષ્ટ છે કે તેઓ બીબાઢાળ કામગીરીથી રીતે પોતાનું કાર્ય કરે છે અને તેનો સીધો ફાયદો દેશ અને જે તે કંપની ને પૂર્ણ રૂપથી મળે છે.
હાલ જે રીતે લીના નાયરને જે પદ મળ્યું છે તેનાથી જે તે કંપનીનો વિકાસ પૂર્ણ રૂપથી શક્ય બનશે સામે ભારતની નારી શક્તિને પણ એક નવું શિખર પ્રાપ્ત થશે હાલના તબક્કે ભારત દેશ નારી શક્તિ ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક ફલક ઉપર અન્ય નારીઓની સરખામણીમાં જ્યારે ભારતની નારી શક્તિ આગળ વધતી હોય તે ખરા અર્થમાં એક સન્માન અને ગૌરવ ની વાત છે લીના નાયરે પણ માહિતી આપતાં કહ્યું હતું કે તેઓ ઈન્દિરા નૂઈના પગલે ચાલી રહી છે અને તેનું સંપૂર્ણ સન્માન અને આદર પણ કરે છે.
મને મારી જાત ઉપર ભરોસો છે : મિસ યુનિવર્સના ઉદગાર
મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુએ અન્ય મહિલાઓને ઉત્સાહી અને જાગૃત થવા માટે જણાવ્યું હતું અને કહ્યું હતું એ તેને પોતાની જાત ઉપર સૌથી વધુ ભરોસો છે ત્યારે જે લોકો પોતાની જાત ઉપર ભરોસો દાખવતા હોય તે સમયે જે તે લોકો નો વિજય સંપૂર્ણ રીતે થાય શકશે પરંતુ જે લોકોને પોતાના પર ભરોસો સહેજ પણ ન હોય તે કોઈ દિવસ સફળતાના શિખરો સર કરી શકે નહીં.
સાથોસાથ તેઓએ કહ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાની જાતને એક અલગ વ્યક્તિત્વ તરીકે પ્રસ્થાપિત કરવી જોઈએ અને પોતાનામાં ભરોસો કરવો જોઈએ. સૌથી મોટી તકલીફ લોકોમાં તે જોવા મળી છે કે તેઓ વધુ ને વધુ અન્ય લોકો સાથે પોતાની તુલના કરતાં હોય છે જો તે શક્ય ન થાય તો જે તે વ્યક્તિ સફળતાના શિખરો સર કરી શકશે. માં તેઓ એ દરેક નારીશક્તિને ઉત્સાહ પૂરો પાડતા જણાવ્યું હતું કે તેઓ પોતાની જાતના લીડર છે અને તેઓએ પોતાના માટે અવાજ ઉઠાવવો જોઇએ.