આ સંમેલનમાં સિંધી સંસ્કૃતિની જાળવણી, નારીની આત્મસુરક્ષા, નારીની સાચી સુંદરતા વગેરે વિષયો પર ચર્ચા અને માર્ગદર્શન અપાશે : આયોજકો ‘અબતક’ની મુલાકાતે
રાષ્ટ્રિય સિંધી ભાષા વિકાસ પરિષદ તથા ભારતીય સિંધુ સભા રાજકોટના સૌજન્યથી શનિવારના રોજ બપોરે ર થી ૬ હેમુગઢવી હોલમાં નિ:શુલ્ક સિંધી નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. લુપ્ત થતી સિંધી ભાષા તથા સંસ્કૃતિને જાગૃત કરવા તથા નારી શકિતને બહાર લાવવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ શહેર તથા જીલ્લામાંથી બહેનો આ સંમેલનમાં હાજરી આપશે. આ સંમેલનનો હેરી સ્ત્રીશકિતને જાગૃત કરી. સંગઠીત કરી સમાજપયોગી બનાવવાનો છે. વ્યવસ્થાના ભાગરુપે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
પૂરા સંમેલનનું સંચાલન, આયોજન તથા તૈયારી બહેનો દ્વારા કરવામાં આવેલ છે. આ સંમેલનમાં ચાર વિષયોની ચર્ચા કરવામાં આવેલ છે. જેમાં બહેનોને પોતાના વિચારો રજુ કરવા પેપર લખવામાં આવેલ છે. આ ચાર વિષયો છે જેમાં નારીની આત્મસુરક્ષા સિંધી સંસ્કૃતિને જીવંત રાખવામાં નારીનું યોગદાન નારીની સાચી સુંદરતા આજકાલ લગ્નજીવન શા માટે તૂટે છે તે અંગે ચર્ચા માર્ગદર્શન અપાશે.
તદ્દન નિ:શુલ્ક એવા સંમેલન નો હેતુ સ્ત્રીશકિતને જાગૃત કરી સમાજના ઉત્થાન માટે સંગઠીત કરવી અને એ માટે દિશાસુચન કરવું છે. કાર્યક્રમમાં ભારતીય સિંધુ સભાના અઘ્યક્ષ માયાબેન કોડનાની, રાષ્ટ્રિય સંગઠન મંત્રી ભગતરામ છાબડા, મહામંત્રી અંજલીબેન વાધવાણી ખાસ હાજરી આપશે. ઉદધાટન અંજલીબેન રૂપાણી કરશે અને મેયર બીનાબેન આચાર્ય ખાસ હાજરી આપશે.
સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. રજીસ્ટ્રેશન થઇ ગયેલ છે એ માટે ભારતીય સિંધુ સભાના પ્રેસિડન્ટ જીતેશભાઇ પુનવાણી, મંગારામ ધીરવાણી, મહિલા પાંખના પ્રેસિડન્ટ અનિતાબેન ચાંગગાગી તથા તેમની ટીમ ગૌરીબેન વિરાણી, રેશ્માબેન ધીરવાણી, નેન્સીબેન આસવાણી, તથા પૂજાબેન વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.