- કચ્છના નાના રણમાં વન અભ્યારણ વિસ્તારમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીની અનોખી કહાની
- મમતાબેન વૈદ 15 વર્ષથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે
કચ્છ ન્યૂઝ : આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. કચ્છના નાના રણમાં વન અભ્યારણ વિસ્તારમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી ફરજ સાથે મમતાનુ ધ્યાન રાખનીને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે
વિશ્વમાં આવેલ ઊંચામાં ઊંચું શિખર નેપાળ મા માઉન્ટ એવરેસ્ટ બેચ કેમ્પ સુધી જઈને આવેલ છે તેમજ ભારતમાં આવેલ ઉત્તર ભારતમાં બરફીલા પહાડમાં ટ્રેકીગ કરેલ છે કાશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ જેવા ઠંડા બરફીલા પ્રદેશોમાં 22 000 ફૂટ સુધી જઈને આવેલ છે જ્યાં ઓક્સિજનનું પણ પ્રમાણ ઓછું મળતું હોય જે એક મહિલા માટે ગર્વ ની વાત કહેવાય ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અને કચ્છ જિલ્લાના જંગી ગામનું નામ રોશન કરેલ છે છેલ્લા 15 વર્ષથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે એવા મમતાબેન વૈદ
ગની કુંભાર