આપને ત્યાં દેવીઓનું નામ પ્રથમ લેવામાં આવે છે, જેમ કે, રાધા-કૃષ્ણ, લક્ષ્મી-નારાયણ, તે ઉપરાંત દીકરીનો જન્મ થાય તો કેહવાય કે લક્ષ્મી આવી, ઘરમાં વહુ આવે ત્યારે પણ કેહવામાં આવે છે કે લક્ષ્મી આવી. આપના સમાજમાં સ્ત્રીને એક શક્તિ તરીકે માનવામાં આવે છે એટલું જ નથી ‘દુર્ગા મા’, ‘અંબા મા’, ‘લક્ષ્મી મા’ તરીકે પૂજવામાં આવે છે પણ પોતાના ઘરે પત્ની/મા પર જુલમ કરતા હોય છે. સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે સમાજ કહે છે કે સ્ત્રી પુરુષ સમોવડી બની છે પણ શા માટે સ્ત્રીને નબળી માનવામાં આવે છે, પુરુષને શા માટે ઉંચો માનવામાં આવે છે. સ્ત્રીની શક્તિ છે જ કે તે કોઈ પણ કામ કરી શકે પણ ક્યારેય વિચાર્યું છે કે શું પુરુષ સ્ત્રી સમવડો બની શકશે?સ્ત્રી નોકરી/વ્યવસાય કરી હોય તો ઘરની જવાબદારી પણ સાથે નીભાવે છે પણ શું કોઈ પુરુષ આ બને કામ કરી શકે છે? જેમ કે, ઘરની રસોઈ બનાવવાની આદત હોવી, બાળકો સાચવવા, માતા-પિતાની સેવા કરવી વગેરે,.શાયદ ક્યારેય તે સ્ત્રી સમવડો નહિ બની શકે. જે કામ સ્ત્રી હસતા-હસતા કરે છે તે કામ પુરૂષ કરી શકે છે?
દરેક સ્ત્રી પોતાની તાકાત મુજબ જે કામ કરી શક્તિ હોય તે કરે, તેને સ્વતંત્રતા હોવી જોઇએ કે પોતાની જિંદગીના નિર્યણ તે પોતે લઇ શકે. તેના અસ્તિત્વને ભૂસી નાખવાને બદલે તેને યાદગાર બનાવી શકે તે માટે પ્રોત્સાહન આપવું જોઇએ. સ્ત્રીએ જ સૌ પ્રથમ સ્ત્રીને સમજી તેને માન આપવું પડશે, જયારે સાસુ વહુને એક વહુ તરીકે નહિ પરંતુ એક સ્ત્રી તરીકે/દીકરી તરીકે સમજશે ત્યારે કોઈ ઘરમાં ઝગડા નહિ હોય, દેરાણી-જેઠાણી, નણડ-ભોજાઇ એક સાથે વુમન ડે ઉજવશે.