- વિકસીત ભારત વિકસીત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1.30 લાખ મહિલાઓને રૂ.250 કરોડની સહાય અપાશે: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યૂઅલી જોડાશે
ગુજરાતની વિધાનસભાની તમામ 182 બેઠકો પર આજે “વિકસીત ભારત વિકસીત ગુજરાત: નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યકક્ષાનો કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉ5સ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યૂઅલી જોડાયા હતા. રાજ્યની 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1.30 લાખ મહિલાઓને 250 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થી મહિલાઓ સાથે પીએમએ વાર્તાલાપ કર્યો હતો.
લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયાના આડે હવે એક સપ્તાહ જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આજે ગુજરાતના તમામ 33 જિલ્લાની 182 વિધાનસભા બેઠક પર વિકસિત ભારત વિકસીત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સામેલ થયા હતા. રાજકોટ જિલ્લાની તમામ બેઠકો પર આ કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યૂઅલી જોડાયા હતા. લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યની 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1.30 લાખ મહિલાઓને 250 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યો હતો. હાલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના પરષોત્તમભાઇ રૂપાલા રાજકોટના પ્રવાસે છે. તેઓ 68-રાજકોટ વિધાનસભા મતક્ષેત્રમાં રેલનગર વિસ્તારમાં મહર્ષી દયાનંદ સરસ્વતી ટાઉનશીપ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના મંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પૂર્વ રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોની વણઝાર સર્જી દેશે.