વિશ મહિલા દિવસ નિમિત્તે અબતક દ્વારા યોજાયેલા નારી રત્ન સન્માન સમારોહમાં સન્માનિત.. હીરીબેને કરેલા કાર્યોની સરકાર દ્વારા કદર

દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એવોર્ડમાં અબ તક નારી રત્ન એવોર્ડ મા સનમાનિત કરાયેલ તાલાલા જાંબુર ગામના હીરીબેન લોબીને આદિવાસી કલ્યાણ સેવા માટે પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે

અબતક દ્વારા 8 માર્ચ 22 ના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હોટલ ઈમ્પીરીયલ માં સમાજના એવા નારી રત્નો ના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો કે જેમાં મહિલાઓ મુક મને અને નિસ્વાર્થ ભાવે સમાજની એવી સેવા કરતા હોય કે જેનું મૂલ્ય આકવું અશક્ય હોય..

વિશ્વ મહિલા દિવસની વિશિષ્ટ ઉજવણી ના ભાગરૂપે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એવા મહિલા લોકસેવકોનું સન્માન કરવા નું આયોજન કર્યું હતું કે જે સમાજમાં ખૂબ જ ઉપયોગી સેવા કરતા હોય. અબ તકના નારી સન્માન રત્નોની પસંદગી સમિતિ દ્વારા તાલાલાના આદિવાસી સીદી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર ફાળો આપનાર અને મહિલાઓને બચતનું મહત્વ સમજાવી બચત યોજના દ્વારા અતિ પછાત આદિવાસી સીદી સમાજની મહિલાઓને આત્મ નિર્ભર બનાવનારહીરબાઈ બેન લોબી નું સન્માન કરવામાં આવ્યું હતું.

અબતક નારી રત્ન એવોર્ડ સન્માનમાં હીરબાઈ બેન લોબીએ અબ તકનો આભાર માનતા જણાવ્યું હતું કે હું તો છેવાળાના ગિરનાના ગામ જાંબુર માં સેવા કરું છું જેની નોંધ લઈને મને આજે સન્માનિત કરી છે તે ખરેખર અબ તકની સમાજ સેવાની સાચી કદર છે તેમણે તેમના પ્રતિભાવમાં મહિલાઓને શિક્ષણની સાથે સાથે બચત કરવા ની શિખામણ આપી જણાવ્યું હતું કે બચત એ આપણો ભાઈ થઈને મુશ્કેલીના સમયમાં કામ આવે છે.

અબતક એવોર્ડ વિજેતા હીરબાઈ બેન ને આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કર્યા છે જાંબુરના હીરબાઈ લોબી ને તેમની ઉત્કર્ષ માનવસેવા માટે પદ્મશ્રી પુરસ્કાર માટેની પસંદગી અબ તક પરિવાર માટે ગૌરવ રૂપ બની છે.

સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી માટે ગુજરાતના છ મહામૂલા માનવીઓ નોમિનેટ

દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી માટે પસંદ થયેલા 106 વિશિષ્ટ પુરસ્કાર માટે ના નસીબદારોમાં ગુજરાતના છ નામો પસંદ થયા છે જેમાં અબતક નારી રત્ન એવોર્ડ માં સન્માનિત થયેલ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાંબુર ગામના સામાજિક મહિલા સેવક હીરીબેન બેન  ને સમાજ સેવા માટે પદ્મશ્રી અપાશે તેમની સાથે કલા માટે પરેશભાઈ રાઠવા વેપાર ઉદ્યોગ માં વિશિષ્ટ પ્રદાન આપનાર અરિજ ખામબટા કલા માટે મહિપાલ કવિ અને હેમંતભાઈ ચૌહાણ અને સ્થાપત્ય માટે બાલકૃષ્ણ દોશી સહિત છ ગુજરાતીઓને સર્વોચ્ચ પુરસ્કાર માટે પસંદગી કરાશે.

ગીર સોમનાથ 74 પ્રજાસત્તાક પર્વમાં પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા જાંબુરના હીરીબેન લોબીનું સન્માન

હીરાબાઈએ સીદી સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે. સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા જાંબુરના હીરીબેન લોબીને ગીર સોમનાથ જિલ્લાકક્ષાના 74 પ્રજાસત્તાક પર્વમાં કલેકટર   રાજદેવસિંહ ગોહેલ તેમજ અન્ય મહાનેભાવો દ્વારા સન્માનિત કરાયા હતાં.

હીરાબાઈ લોબીએ જણાવ્યુ હતુ કે, હુ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂકી હતી અને મારો  ઉછેર  દાદીમાએ કર્યો છે. મે મારા જીવનમા બીજાનુ ભલુ થાય તે માટે ઘણા સંઘર્ષો કર્યા છે સારુ કરવાની ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે. આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ રહી છે. આજે સરકારશ્રી દ્વારા મારી પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરેલ છે. જેનો હુ હદયપુર્વક આભાર વ્યક્ત કરૂ છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.