- વર્ષમાં સૌથી વધુ પ્રિ-વેડિંગ શુટીંગ અહીં થયા
એક વર્ષની અંદર 5700 જેટલા પ્રી વેડિંગ શૂટિંગ નારગોલ ગામના દરિયા કિનારે થતાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પ્રિ વેડિંગ શૂટિંગ થતું હોય એ સ્થળ તરીકે નારગોલ ગામનું નામ મોખરે સાબિત થયું છે.
સમગ્ર ભારત દેશની અંદર સૌથી વધુ પ્રિ-વેડિંગ શૂટિંગ થતું હોય એ સ્થળનું નામ એટલે નારગોલનો દરિયા કિનારો. પાંચ કિલોમીટર લાંબો સ્વચ્છ અને સુંદર દરિયા કિનારો નારગોલ ગામની કુદરતી અમાનત છે. સુંદર દરિયા કિનારે ને અડીને આવેલા લીલાછમ જંગલ ખેતરો નારગોલ ગામની શોભા વધારે છે, પારસીઓનું ઐતિહાસિક ગામ તેમજ શિક્ષણના અને આધ્યાત્મિકધામ તરીકે નારગોલ ગામનું નામ વર્ષોથી વિશ્વ પ્રચલિત છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ નારગોલ ગામની મુલાકાત લેતા હોય છે. તાજેતરમાં સરકાર દ્વારા નારગોલ ગામને પ્રવાસન વિકાસના ભાગરૂપે ઇકો ટુરિઝમ કેન્દ્ર નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ મતદાર રકમ પ્રવાસન વિકાસ માટે ફાળવવા માટેનું આયોજન છે.
વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ નારગોલ ગામની મુલાકાત લેતા હોય છે પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી નારગોલ ગામની અંદર પ્રી વેડિંગ શૂટિંગ માટે સમગ્ર દેશના ખૂણે ખૂણાથી આવનારા યુગોલોની સંખ્યા વધી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના અનેક ગામો અને શહેરોથી પ્રી-વેડિંગ શૂટિંગ માટે આવતા યુગલોની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે. સુંદર દરિયા કિનારે તેમજ શરૂ વનની અંદર રોજિંદા અનેક પ્રિ-વેડિંગ શૂટિંગ થતા હોય છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં થતા પ્રિવિડિંગ શૂટિંગ માટે ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 500 પ્રી-વેડિંગ શૂટિંગ ટેક્સ તરીકે લેવામાં આવતો હોય છે. ગ્રામ પંચાયતના નારગોલના રેકર્ડ મુજબ ગત એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધી એક વર્ષની અંદર નારગોલ ગામના દરિયા કિનારે કુલ 5,700 જેટલા પ્રી-વેડિંગ શૂટિંગ નોંધાયા છે.
જાણકરોના મત પ્રમાણે આ આંકડો રેકોર્ડ બ્રેક કહી શકાય. ગ્રામ પંચાયત દ્વારા જાહેર હરાજી કરી પ્રી-વેડિંગ શૂટિંગ કર એકત્રિત કરવા માટે એજન્સી નક્કી કરવામાં આવતી હોય છે. હાલે આચાર સહિતાના કારણે જાહેર હરાજી સ્થગીત કરવામાં આવેલ છે. આચાર સંહિતા પૂર્ણ થતાની સાથે જ જાહેર હરાજી મારફતે પ્રી-વેડિંગ શૂટ કર એકત્રિત કરવા માટે એજન્સી નક્કી કરવામાં આવશે.