ખોડલધામ યુવા સમિતિ દ્વારા પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રઘ્ધાંજલી અર્પવા સાથે રકતદાન કેમ્પ યોજાયો
રાજકોટ જીલ્લાના ધોરાજી માં ખોડલધામ યુવા સમિતિ દ્વારા પુલવામા થયેલ આત્મઘાતી હુમલા માં જે ભારતીય સૈનિકો શહીદ થયા હતાં તે શહીદો ની શ્રધ્ધાંજલી રૂપે રકતદાન કેમ્પ નું આયોજન ધોરાજી માં કરાયું ખોડલધામ નાં પ્રણેતા નરેશભાઈ પટેલ ની રક્ત તુલા કરવામાં આવી હતી આ કાર્યક્રમ રાજકોટ જીલ્લાના ધોરાજી માં ખોડલધામ યુવા સમિતિ દ્વારા પુલવામા થયેલ આત્મઘાતી હુમલા માં જે ભારતીય સૈનિકો શહીદ થયા હતાં તે શહીદો ની શ્રધ્ધાંજલી રૂપે રકતદાન કેમ્પ નું આયોજન ધોરાજી માં કરાયું ધોરાજી નાં લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આ રક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પહેલાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ નરેશભાઈ પટેલ નું ફુલો થી સ્વાગત કર્યું હતું અને ત્યાર શહીદો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને આગેવાનો કાર્યકર્તા હોદ્દેદારો આમંત્રિત મહેમાનો દ્વારા બે મીનીટ નું મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી આ તકે નરેશભાઈ પટેલ નું રક્ત તુલા થી સન્માન કરવામાં આવ્યું હતું જેનાં પ્રત્યુતર માં નરેશભાઈ પટેલ એ શ્રી ખોડલધામ યુવા સમિતિ ધોરાજી ની કામગીરી ને બિરદાવી હતી આ તકે નરેશભાઈ પટેલ , જયેશ રાદડીયા , વિમલ કોયાણી , રણછોડ ભાઈ કોયાણી , વીડી પટેલ , ધર્મેશ ભાઈ પટેલ , હરસુખ ટોપીયા , જયસુખ ઠેસીયા , રાજેશ ભાઈ પેથાણી , દલસુખ ભાઈ વાગડીયા , ડીજી બાલધા , હરકિશન માવાણી તથા ધોરાજી ખોડલધામ યુવા સમિતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા