છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે આજ રોજ નરેશ પટેલે રાજકારણમાં જોડાવાને લઈને પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. નરેશ પટેલે પત્રકાર પરીષદમાં રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરી હતી. નરેશ પટેલની આ કોન્ફરન્સમાં ત્રણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા.

કાગવડ ખાતે નરેશ પટેલે આ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાજ કારણમાં ન જોડાવાની જાહેરાત પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા જણાવ્યું કે હું રાજનીતિમાં નહિ જોડાઉં, ખોડલધામમાં રહીને સમાજ સેવા કરીશ

નરેશ પટેલે વધુ ઉમેરતા કહ્યું કે, ‘2022ની ચૂંટણીમ જે લોકો મદદ માટે આવશે તેને મદદ કરીશ. રાજ્યમાં સબળ વિપક્ષ બને તેવી પ્રાથના નરેશ પટેલે ઈશ્વર પાસે કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે યુવાનો માટે જાહેરાત કરતા જણાવ્યું કે યુવાનો માટે પોલીટીકલ એકેડમી શરૂ કરીશું. હાલમાં ખોડલધામના તમામ પ્રોજેકટસ ને આગળ વધારીશું. યુવાનો મહિલાઓ ઇચ્છતા હતા કે હું રાજકારણમાં જોડાવ પરંતુ વડીલોની ઈચ્છા ન હતી તેવું નરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.