પ્રદેશ પ્રભારી રધુ શર્મા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને અમિત ચાવડા અને વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહીત સર્કિટ હાઉસથી સવારે જ નીકળી ગયા, રાજકોટથી 23 કિલોમીટર દૂર પડધરી પાસે નરેશ પટેલના ફાર્મ હાઉસ પર શુભેચ્છા મુલાકાત લેવા પહોંચ્યા હતા
નરેશ પટેલના દૂરના ફાર્મ હાઉસમાં લઇ જવા સ્થાનિક ધારાસભ્ય અને પરેશ ધાનાણી મુખ્ય રોલ માં હતા
નરેશ પટેલ સાથેની કોંગ્રેસ અગ્રણીઓની મુલાકાત પછી પણ હાલ કોઈ નિષ્કર્ષ નહીં અને કોઈએ પણ કોંગેસમાં નરેશ પટેલ ક્યારે જોડાય છે તેની તારીખ કે જાહેરાત કરવાનું ટાળ્યું હતું જેથી રાજકીય માહોલ ગરમ બની રહ્યો છે
હાર્દિક પટેલ પછી નરેશ પટેલની રાહ જોતી કોંગ્રેસને શુભેચ્છા મુલાકાતમાં સફળતા ન મળી હોવાના સંકેત
હાલ કોંગેસ પાર્ટી પર હાર્દિક પટેલે રાજીનામું આપ્યા બાદ ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા છે અને કહેવા થતાં ન કહેવાની ઘણું કહ્યું છે ત્યારે કોંગેસ પાર્ટીની આવી વ્યવ્સથાને જોઈને શું નરેશ પટેલ કોંગેસમાં નથી જોડાઈ રહ્યા તેવો પણ રાજકીય ચર્ચા થઈ રહી છે
પરેશ ધાનાણી સહીત ધારાસભ્યો નરેશ પટેલ ક્યારે કોંગ્રેસ માં તે કહી ન શક્યા, નરેશ પટેલ પણ આ શુભેચ્છા મુલાકાત મુદે મીડિયા થી દૂર રહ્યા, રાજકોટ થી દૂર નરેશ પટેલ સાથે કોંગ્રેસ અગ્રણીઓ ની મુલાકાત ફળદાયી ન રહ્યા ના સંકેત હાલ વરતાય રહ્યું છે.