હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી અમરણાત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે આજ રોજ વિવિધ સમાજના આગેવાનો તેમજ સંસ્થાના અગ્રણીઓ દ્વારા ઉપવાસ પૂરા કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો. તેના પગલે હાર્દિકને આજે પારણા કરાવવા માટે પાટીદાર સંસ્થાના અગ્રણીઓ પહોચી ગયા છે. હાર્દિકની ઉપવાસી છાવણી પર 6 અલગ અલગ સંસ્થાના આગેવાનો પહોચી ગયા છે. હાર્દિક પટેલના ઉપવાસની કોઈ અસર સરકાર પર થઈ ન હતી.
હાર્દિક પટેલ પારણા કરતાં પહેલા સોશિયલ મીડિયા પર એક સંદેશો વહેતો કર્યો છે કે જેમાં હાર્દિકે લખ્યું છે કે ” હું ખેડૂતનો છોકરો છું, ખેડૂતના જીભમાં મીઠાશ હોય નહીં, મારી જીભ કુહાડા જેવી છે અને મારી વાત કડવી લાગે તો પણ આપના બંને ના હિત માટેની છે. હું સાફ વાત પસંદ કરનારો છું, આ ધરતી પર જો કોઈને છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો તે ધરતીમાથી ધનધાન્ય પેદા કરનાર ખેડૂતને જ છે. આખું જગત ખેડૂત પર નભે છે. દુનિયાનો આધાર એક ખેડૂત અને બીજો મજૂર છે આ બંને ઉપર જ આખો આધાર છે. હું ખેડૂત છું ખેડૂતના દિલ માં બેસી શકું છું અને તેથી હું ખેડૂતની વેદના સમજી શકું છું અને તેના દુખ નું કારણ તે પોતે હતાશ થઈ ગયો છે. આવડી મોટી સત્તા સામે શું થઈ શકે તે માનતો થઈ ગયો છે માટે કહું છું ડરો નહીં જાગૃત થાવ.
જુઓ શું કહે છે હાર્દિક પટેલ લાઈવ
આજે હું જોવ છું કે સ્નાતકોમાં 3 વર્ગ પડી ગયા છે. એક એવો વર્ગ છે કે જે પોતાના ઘર ચલાવીને બેસી રહ્યો છે. બીજા વર્ગ વાળા જાહેર જીવનમાં પડ્યા છે અને કમાણીનો ત્યાગ કરી મોટી કમાણી કરવા નીકળી પડ્યા છે. અને ત્રીજા વર્ગના લોકો બંને વચ્ચે અટવાયેલા છે કે જેમને કમાણીનો પણ મોહ છે અને જાહેર જીવન માં પણ પડવું છે.
એક જ વાત ધ્યાન માં રાખવાની છે કે મારવાનું પણ એક જ વખત છે. દરેકને માટે કાથીને વાસ સિવાય બીજું કઈ છે જ નહીં. તમારી પાસે એવી કઈ ચીજ છે કે તમે સાથે લો છો ? તમે ડરો છો ? તમે એ વાત ભૂલી જાવ છો કે તમને પેદા કરનાર એક છે, તમે પવિત્ર થાઓ, એબ કાઢી નાખો તો તમારે કોઈ થી ડરવાની જરૂર નથી. જે વખતે તમે નીડર થયા તે જ વખતે તમે સ્વતંત્ર છો. જેમ જેમ લોકોમાથી ડર જાય છે તેમ તેમ સરકારમાં ડર આવે છે. જ્યારે લોકો નીડર થશે ત્યારે લોકો નીડર થશે.