અબતક રાજકોટ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ દ્રારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ માટે કેટલાક નિયમો બનાવ્યા હતા. જે અંતર્ગત ચૂંટણી લડતાં વ્યક્તિએ સંગઠનના હોદા પરથી રાજીનામું આપવું પડશે.જે અનુસંધાને શહેર ભાજપના 9 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા હતાં. સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ માટે આજે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ નવા હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે.શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે તો વિક્રમભાઈ પૂજરાને ઉપપ્રમુખ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
કોર્પોરેશનની ચૂંટણી લડેલા સંગઠનના હોદ્દેદારોએ પદ પરથી રાજીનામું આપ્યું હતું:ખાલી પડેલી જગ્યાઓ પર નવી નિમણુંક કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી
આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે,કોર્પોરેશનની ચૂંટણી બાદ સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ પર નવી નિમણુંક કરવામાં આવી છે.જેમા શહેર ભાજપ મહામંત્રી તરીકે પૂર્વ કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરની નિમણુંક કરવામાં આવી છે.જયારે શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારાને પ્રમોશન આપવામાં આવ્યું છે તેઓને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ,અશોકભાઇ લુણાગરિયા, સોનલબેન ચોવટિયા અને કલ્પનાબેન કીયાડાને પણ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.જ્યારે રક્ષાબેન વાયડા,અરુણાબેન આડેસરા અને દીપાબેન કાચાની મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. વોર્ડ પ્રમુખ સહિતની ખાલી પડેલી જગ્યાઓ માટે ટૂંક સમયમાં નિમણુંક કરવામાં આવશે.