વડા પ્રધાન નરેન્દ્રભાઈ તા. ૮ માર્ચને બુધવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવી રહ્યાનું જાણવા મળે છે. વડા પ્રધાન બન્યા બાદ સૌરાષ્ટ્રની નરેન્દ્રભાઈ મોદીની બીજી મુલાકાત છે જ્યારે શ્રી સોમનાથ મહાદેવના પ્રથમ વખત દર્શને આવી રહ્યા છે. વડા પ્રધાન મોદી તા. ૭ ના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન મહિલા સંમેલન, ભરૂચના બ્રિજનું લોકાર્પણ તથા શ્રી સોમનાથ મહાદેવના દર્શન સહિતના કાર્યક્રમનો સમાવેશ થાય છે. ભારતના વડા પ્રધાન મોદી તા. ૮ મીએ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા હોવાથી તેની સાથે બીજા અનેક કાર્યક્રમોની પણ ટુંક સમયમાં જાહેરાત થશે. વડા પ્રધાનનો કાર્યક્રમ આવી જતા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તડામાર તૈયારીઓ કરી રહેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન આવતા હોય જેથી શહેરને સુંદર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જેથી એક વર્ષથી અનેક જગ્યાએ રોડ ખોદી નાખેલ છે તે નવા બનશે અને કરોડો રૂપિયા શહેરને સુંદર બનાવવામાં ૮ દિવસમાં વપરાશે. દોઢ વર્ષથી રોડ તદન બિસ્માર હાલતમાં છે તે આઠ દિવસમાં નવા બની જશે.