ર0 વર્ષમાં સત્તા થકી સફળતાનું સોપાન સર કરતા નરેન્દ્રભાઇ મોદી

તા.17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં નરેન્દ્રભાઇનો જન્મ થયો હતો. સાહસિકતાના ગુણો તેમનામાં નાનપણથી જ હતા. બાળપણથી જ ગામના પછાત અને વંચિતોની દશા જોઇને, નરેન્દ્રભાઇના દિલમાં કરુણતા હતી. અસ્પૃશ્ય અને ભેદભાવથી સામે સમાજને જાગૃત કરવા માટે તેમને ‘પીળું ફૂલ’ નામના એક નાટકની રચના કરી હતી. બાળપણથી જ નરેન્દ્રભાઇ કોઇપણ કામને નાનું મોટું સમજતા ન હતા.

બાળપણમાં વડનગર રેલવે સ્ટેશન પર પુરી લગનથી ચા વેંચતા અને નાનપણમાં જ તેમની માતા તરફથી તેમને ઇમાનદારીના સંસ્કાર મળ્યા હતા. નાનપણથી જ નરેન્દ્રભાઇની અંદર દેશ માટે મરી ફીટવાની કંઇક કરવાનો દ્રઢ સંકલ્પ હતો. 1962ના યુઘ્ધના સમયે ભારતીય સેનાના જવાનોની હિંમત જોઇને તેમની ભાવના વધુ પ્રબળ બની હતી. મહેસાણા રેલવે સ્ટેશન પર સૈનિકોને ચા પીવડાવતી વખતે તેમને સંકલ્પ કર્યો કે, હવે આ જીવન દેશ માટે સમર્પિત કરવું છે.

કિશોર વયે એનસીસીી કેડેટના રુપમાં પણ દેશભકિતના મૂળિયા ઊંડા ઉતાર્યા અને મજબુત બન્યા જયારે પણ સમય મળે ત્યારે નરેન્દ્રભાઇ શાળાની લાયબે્રરીમાં જઇને બેસતા મહાપુરુષના જીવન ચરિત્ર વાંચતા અને તેમના મહાન વિચારને આત્મસાત  કરવાના પ્રયત્ન કરતા. સ્વામી વિવેકાનંદ, બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, વીર સાવરકર અને બેન્જામિનના વિચારોથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા.બાળપણમાં જ તેમનામાં રહેલા ગુણો જેવા કે, સાહસિકતા, કરુણા, લગન, ઇમાનદારી, દ્રઢ સંકલ્પ, હિંમત, સમર્પણની ભાવના, દેશભકતો અને મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચીને પણ તેઓમાં જબરદસ્ત નિર્ણય શકિતના ગુણો ખીલવી શકયા હતા.

યુવા અવસ્થામાં આ જ ગુણો સાથે તેઓએ એક સામાન્ય કાર્યકતા તરીકે કામ કરવાનું શરુ કર્યુ આ બધા જ ગુણોનું પ્રતિબિંબ તેમની કાર્ય પઘ્ધતિમાં દેખાયું, બાળપણમાં તેમને ઘણો સંધર્ષ કર્યો. તેઓએ મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે, મારે દેશની સેવા કરવી છે અને અશકય કઇ પણ નથી. યુવાવસ્થામાં ડગ માંડતા જ જીવન પ્રત્યેનું નરેન્દ્રભાઇનું ચિતન, મનન વધું વહતથતું હતું. એક સમય એવો આવ્યો કે આંતરમનનો અવાજ સાંભળી યુવાન વયે તેઓ જીવનને જાણવા માટે કુદરતના સાનિઘ્યમાં હિમાલયના ખોળે અમુક વર્ષો સુધી બસ, ફકત બે જોડી કપડા અને અગણિત સવાલોની સાથે નીકળી પડયા, હિમાલયમાં વિચરણ દરમિયાન જીવનનું લક્ષ્ય સ્પષ્ટ થઇ ચૂકયું હતું.

એક સ્વયંસેવકના રુપમાં નરેન્દ્રભાઇએ એમનું જીવન દેશને સમર્પિત કરી દીધું. તેમણે દેશભરમાં યાત્રાઓ અને સભાઓ કરી. આ સમય દરમિયાન તેઓએ ભારતની સમૃઘ્ધ સાંસ્કૃતિક વિવિધતા સમાજના પછાત અને શોષણગ્રસ્ત લોકોની મુશ્કેલીઓ જાણી, લોકતંત્રને બચાવવા માટે મોદીએ કટોકટી સામે ફકત લડાઇ ન લડી પરંતુ કાર્યકર્તા ઓને એક સાથે લાવી આંદોલનને વધુ પ્રબળ બનાવ્યું.

તેઓ રાજનીતિક કાર્યકર્તાની સાથે એક સંવેદનશીલ લેખક, કવિ અને સામાજીક ચિંતક હતા. તેઓએ બાળપણમાં કરેલું ‘પીળું ફૂલ’ નાટકની રચના, ગુજરાતીમાં ‘આંખ આ ધન્ય છે’ તેવા કાવ્ય સંગ્રહની રચના કરી તો ‘સાક્ષીભાવ’, ‘સામાજીક સમરસતા’ જેવા પુસ્તકોની પણ રચના કરી.

ભાજપ અને નરેન્દ્ર મોદી માની લો કે, માં અને પુત્ર પાર્ટીએ જ પણ કામ સોપ્યું સંગઠનનું હોય કે સેવાનું તેમને પરિશ્રમના અંતિમપળ સુધી કર્યુ. બે સાંસદો વાળી પાર્ટીની 303 સાંસદો સુધીની યાત્રા નરેન્દભાઇ મોદીના ઉત્કૃષ્ટ પરિશ્રમની કહાની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.