વર્ષ 1992માં મોદીએ શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાવવાનું મુશ્કેલ કામ સાહસભેર પાર પાડ્યું હતું. એકતા યાત્રા 11મી ડિસેમ્બર, 1991એ ભાજપના તત્કાલીન પ્રમુખ ડો. મુરલી મનોહર જોશીએ કન્યાકુમારીથી એકતા યાત્રા શરૂ કરી હતી. મોદી એ યાત્રાના ઈનચાર્જ હતા અને તે લોકોએ 26મી જાન્યુઆરી, 1992એ લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો હતો. ભાજપની આખી કેડર આ યાત્રામાં સામેલ થઈ હતી.
30મી જાન્યુઆરી, 1992ના રોજ નરેન્દ્ર મોદી એકતા યાત્રામાંથી પાછા ફર્યા તેને બીજા દિવસે, તમામ એકતા યાત્રીઓના માનમાં અમદાવાદમાં ભવ્ય નાગરિક સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તેમના માતા હીરાબેન મોદી પ્રથમ વખત જાહેર કાર્યક્રમમાં દેખાયા હતા. આ વેળાએ તેઓએ પુત્ર નરેન્દ્ર મોદીના કપાળ પર તિલક લગાવ્યું હતું. તે વેળાની તસ્વીર.