પૂ. નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજ બાપુના આશિર્વાદથી ઓટલા તેમજ રોટલાની પરંપરા અવિરત આગળ વધારી રહ્યા છે: પૂ.હરિયાણીબાપુ
(નરેન્દ્રભાઇ સોલંકી) દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સમાહ જ્ઞાનયજ્ઞનનો ભવ્ય અને દિવ્ય શુભારંભ
વિદ્વાન કથાકાર પૂજય રામેશ્વરબાપુ હરીયાણીની ખુબજ સરળ વાણીથી શ્રોતાઓ અભીભૂત થયા
અબતક,રાજકોટ
મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા માનવ સમાજની સર્વ સમાજના લોકોના હિતાર્થે પોતાના પિતૃઓના મોક્ષાર્થે રાજકોટ માં ભકિતનગર સર્કલ પાસે , ધારેશ્વર મંદિર થી ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય હજારોની સંખ્યામાં ભાઇઓ – બહેનો , માતાઓ , બાળકો , દિકરીઓ દ્વારા વિશાળ શોભાયાત્રામાં જોડાઇ કળશધારી દિકરીઓ દ્વારા ભાગવત ભગવાનની પોથીના સામૈયા કરવામાં આવ્યા . ત્યાંથી 80 ફુટનો રોડ , શેઠ હાઇસ્કુલના વિશાળ પરીસરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યુ છે ત્યાં દ્વારકાનગરી ખાતે રંગે ચંગે શોભા યાત્રા પહોંચેલ . શનિવાર , તા . 29-10-2022 થી શુક્રવાર તા . 4-11-2022 સુધીમના સાત દિવસોમાં બપોરે 3 થી સાંજે 6-30 દરમ્યાન વ્યાસપીઠેથી વિદ્વાન વકતા પૂ . રામેશ્વરમાબાપૂ હરીયાણી તેમની સંગીત મંડળીના કાર્યપ્રીય સથવારે શ્રીમદ ભાગવત કથામૃતનું રસપાન કરાવી રહયા છે
ધારેશ્વર મંદિરેથી નિકળેલી પોથી યાત્રામાં મોટી સંખ્યામાં દિકરીઓ દ્વારા સામૈયા કરાયા
શનીવારે કથાના મંગણચરણમાં હરીયાણીબાપુએ આ કથાના આયોજક શ્રી નરેન્દ્રબાપુની સાધુતાની ભાવનાની પ્રશંસા કરતા કહ્યુ કે આ કથાનો ઉદેશ વિવિધ કોમ જાતિમાં વિભાજીત થયેલ દરેક સમાજને જોડવાનો છે નરેન્દ્રબાપુએ શ્રી આપાગીગાના રોટાલાની શરૂઆત શ્રી આપાગીગાના ઓટલા થી પોતાના ગુરૂ શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુના સંપૂર્ણ આર્શીવાદથી શરૂ કરી અને ઓટલા તેમજ રોટલાની પરંપરાઓને અવિરતપણે આગળ વધારી રહ્યા છે , જે માનવ સમાજને એકછત્ર નીચે લાવવાની આ પરંપરાને તેમના બંને પુત્રો એટલે કે શ્રી અશોકભાઇ નરેન્દ્રભાઇ સોલંકી તેમજ શ્રી ભાગર્વભાઈ નરેન્દ્રભાઇ સોલંકી પણ આ સેવાકીય કાર્યોમાં સમર્પિત છે સરવાળે આ સર્વ પિતૃઓની કથા છે.
કથા સમય દરમિયાન શહેરના રાજકીય તેમજ સામાજિક આગેવાનનો મેળાવડો
હજારોની સંખ્યામાં લોકોએ કથા શ્રવણ બાદ ભોજન મહાપ્રસાદનો લાભ લીધો
આજ રોજ કથા પ્રારંભે ભવ્યાતિ ભવ્ય શ્રીમદ્ ભાગવત ની પોથીયાત્રા યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં રાજકોટ શહેરની ધર્મપ્રીય જનતા અને ભાવીક જનો જોડાયા હતા . ભક્તિનગર સર્કલ પાસે આવેલા શ્રી ધારેશ્વર મંદિરમાં સૌ પ્રથમ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પોથીયજમાન તરીકે નોંધાયેલા 351 જેટલા પરિવારોને શાસ્ત્રીજી દ્વારા પૂજનવિધી કરાયેલ ભાગવત પોથી શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી ) તથા કથાકાર શ્રી રામેશ્વરબાપુ હરીયાણી દ્વારા અર્પણ કરવામાં આવી હતી . શુસોભીત કરેલ બગીઓમાં કથાકાર અને પૂજય નરેન્દ્રબાપુ ગુરૂશ્રીજીવરાજબાપુ બીરાજમાન થયા હતા . મોટી સંખ્યા દિકરીઓ દ્વારા વાજતે ગાજતે પોથીયાત્રાનું સામૈયુ કરવામાં આવ્યુ હતું . એક કિલોમીટરના ભવ્ય રૂટમાં જ્યાં નજર નાખો ત્યાં ભાવીકજનો નો જાણે માનવ મહેરામણ ઉમટયો હોય તેવી સ્થીતીનું નિર્માણ થયુ હતું . સંગીતની સુરાવલીઓ વચ્ચે ડિ.જે. માં ભજન કિર્તનનો ભાવીક જનોઓ આનંદ માણયો હતો . સર્વે સમાજના મોટી સંખ્યામાં ભાવીકો આ પોથી યાત્રામાં જોડાયા વાતાવરણ ધર્મરાભર બની ગયુ હતુ . પોથી યાત્રા દરમ્યાન ઉપસ્થિત પોલીસના જવાનોએ ટ્રાફીક વ્યવસ્થાની જાણવણી કરીને આ ધર્મકાર્યમાં સુંદર સહયોગ આપ્યો હતો . વિશ્વકર્મા સમાજ અને દરેક સમાજના મોટી રાખ્યામાં સામાજીક આગેવાનો પણ આ પોથીયાત્રામાં સામેલ થયા હતા . રાજકોટના ધાર્મીક ઇતીહાસમાં આ અદ્ભુતપૂર્વ કહી શકાય તે પ્રકારની સર્વ પિતુઓના મોક્ષાર્થે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સમાહ જ્ઞાનયજ્ઞની પોથી યાત્રા કથા સ્થળ શ્રી દ્વારીકા નગરી , 80 ફુટ રોડ , શેઠ હાઇસ્કુલ ખાતે વિરામ પામી હતી.
વ્યાસપીઠે થી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરતા પૂ . રામેશ્વરબાપુ એ કહયુ કે , ભાગવતમાં 12 સ્કંધ છે , જે ભગવાન શ્રીકૃષ્ણના બાર સંગ છે . જેમાં 10 સ્કંધ પરમાત્માનું હૃદય છે . ભાગવત ગ્રંથમાં 335 અધ્યાય , 18 હજાર શ્લોક અને પાંચ લાખ 76 હજાર શબ્દો છે . પ્રથમ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન છે . શ્રી કૃષ્ણનું સચીદાનંદ સ્વરૂપ છે . વિશ્વ પરમાત્માનુ આનંદ સ્વરૂપ છે . વ્યાસપીઠે થી બાપુ એ હંમેશા મોજમાં રેહવાનો સંદેશ આપ્યો છે. શ્રીમદ્ ભાગવત સમાહ પ્રેમ સ્ત્રોત છે , પૈસો સાધન છે , પ્રેમ સાધ્ય છે , ભાગવત સમાહ જ્ઞાન યજ્ઞ પ્રસાદ છે . શ્રીમત ભાગવન સમા ભગવાનશ્રી કૃષ્ણની દિવ્ય વાણી ને , માનવતાનું દરેક પ્રશ્નોનું તેમાં સમાધાન છે . પ્રશ્નાર્થનું નહી , પૂર્ણ વિરામનું નામ ભાગવત છે . સંચયથી સમાધાન સુધીની યાત્રા છે , ભાગવત દેવોનો સાહરો શ્રીકૃષ્ણન વાંગ્મય સ્વરૂપ છે . ભાગવત કથા દિવ્ય જીંદગીની ખોજ છે , આવા સંત્સંગો માનવીની મહેરવાચાને પૂર્ણ કરે છે . પ્રવર્તમાન કલીકાળમાં માનવન મનને શુધ્ધ કરવાનું ભાગવત સિવાય કોઇ માધ્યમ નથી ભાગવત જ્ઞાન આપીને ભગવાન શ્રીકૃષ્ણએ જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે . વિશ્વહીત માટે બાંધછોડ કરનાર શ્રીકૃષ્ણ કાંતીકારી હતા.
પ્રથમ દિવસ કથા રસપાનમાં કથાશ્રવણ માટે પધારેલા વિવિધક્ષેત્રના મહાનુભાવો મુરલીભાઇ દવે (પૂર્વકોર્પોરેટર) , એડવોકેટ તુલસીભાઇ ગોંડલીયા , ગજેન્દ્રસિંહ ઝાલા , જગદીશભાઇ મિસ્ત્રી (વિશ્વકર્મા સમાજના આગેવાન) અમુભાઇ અને રાજુભાઇ વાઘેલા , પ્રકાશ સાપરીયા , નરસિંહભાઇ સવાણી વગેરે એ પોથી સપ્તાહમાં હાજરી આપી હતી . સર્વેનું પૂજય નરેન્દ્રબાપુના હસ્તે ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યુ હતું. પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં ભાવીકજનોએ ભોજન પ્રસાદને લાભ લીધો હતો.