અબતક, રાજકોટ
ગુજરાત સહીત દેશભરમાં સુપ્રસિધ્ધ આપાગીગાના ઓટલા (ચોટીલા) તેમજ જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત તથા ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ) તેમજ અશોકભાઇ નરેન્દ્રભાઇ સોલંકી સંચાલીત જીવરાજગૃપ દ્વારા જનમાષ્ટમી પર્વ અંતર્ગત સમાજના લોકો માટે અત્યંત નજીવા દરે ડ્રાયફ્રુટવાળો મોહનથાળ તેમજ ગોપાલ નમકીનના ફરસાણનું માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ તેમજ સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને વિતરણ કરાયેલ હતુ અને સીનીયર સીટીજન તેમજ શારીરીક તકલીફ ધરાવતા લોકો માટે અલાયદા કાઉન્ટરની વ્યવસ્થા રાખવામાં આવી હતી, ત્યારે સાતમ-આઠમના આ પાવન પર્વે બે દિવસમાં આશરે 15 હજાર પરીવારોએ લાભ લીધો હતો.
ત્યારે આપાગીગાના ઓટલાના મંહત નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ) દ્વારા શીવરાત્રી દરમ્યાન જુનાગઢના સુપ્રસિદ્ધ મેળામાં તેમજ સોમનાથ ખાતે શ્રાવણ માસ દરમ્યાન અન્નક્ષેત્ર ધમધમતા કરવામાં આવે છે, જેમાં ભાવિકોને સવારથી રાત સુધી ગરમા ગરમ ભોજનમાં ખીચડી-કઢી, બે શાક, રોટલા, રોટલી, મીઠાઇ તેમજ ફરસાણ આપી હજારો લોકોની જઠરાગ્નિ ઠારી (જયાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો ના મંત્રને સમર્થ કરવામાં આવે છે તેમજ સાથો સાથ નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ) દ્વારા અન્ય સેવાકીય કાર્યો જેમ કે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓને ચોપડા તેમજ નોટબુકનું વિનામુલ્ય વિતરણ તેમજ વડીલોને શ્રવણ યાત્રાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં લઇ સમગ્ર વર્ગના લોકોને તહેવારોની ઉજવણીમાં મુશ્કેલી ન થાય અને પરીવાર સહીત લોકો સાતમ-આઠમના પર્વને માણે તેને ધ્યાનમાં રાખીને નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ)દ્વારા ફરસાણ અને મીઠાઇ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 1 કિલો ચોખ્ખા ઘીનો ડ્રાયફ્રુટવાળો મોહનથાળ, 500 ભાવનગરી ગાંઠીયા, 500 તીખા ગાંઠીયા, 500 ચવાણુ જેવી ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દરેક વ્યકિતને ફ્રીમાં એન-95 માસ્ક પહેરાવી તેમજ સેનેટાઇઝરનો બોટલનો ઉપયોગ કરાવી સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું
એન. 95 નું એક માસ્ક અને સેનેટાઇઝરની એક બોટલનું આ તકે નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુએ જણાવેલ કે અલગ-અલગ પેકીંગથી અઢી કિલો વસ્તુઓની કીટ બનાવી સાવ નજીવા દરે વિતરણ કરવામાં આવેલ છે. કારણ કે લાભાર્થીઓને સ્વમાનભેર વસ્તુઓ મેળવીને તેઓ સંતોષ મેળવે એજ અમારો હેતુ છે, ઇશ્વરે આપેલા સુખી સમાજમાં વહેંચણી કરવી એવો અમારો પરમ પૂજય સદ ગુરૂદેવ જીવરાજબાપુ ગુરુ શામજીબાપુનો જીવન ઉપદેશ છે.
આ તકે નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ) દ્વારા ચાલતા આ સેવાયજ્ઞ ને રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ શહેર ભાજપના આગેવાનોએ આ કામગીરીને બીરદાવી શુભેચ્છા પાઠવી હતી. નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ) દ્વારા આ સેવાયજ્ઞના પ્રારંભે ઉપસ્થિત મહેમાનો સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારા સભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારા સભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેરના મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, શિક્ષણ સમીતીના ચેરમેન અતુલ પંડીત, કોપોરેટર રવજીભાઇ મકવાણા, રાજકોટ મહાનગર પાલીકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, શહેર ભાજપ મહામંત્રી કિશોરભ તેમજ નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, શિક્ષણ સમિતિ સદસ્ય કિશોરભાઈ પરમાર તથા રવીભાઇ ગોહેલ સહીતના હસ્તે દિપ પ્રાગટય કરાયુ હતુ અને આપાગીગાના જયધોષ ના નારા સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સૌ પ્રથમ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ પરીવારોને આ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વ્યવસ્થા અશોકભાઇ એન. સોલંકી તેમજ કડીયા સમાજના આશરે 200 કાર્યકતાઓ તેમજ સમગ્ર સમાજના ભાઇઓ-બહેનો વગેરે કાર્યકર્તાઓ તેમજ સમગ્ર સમાજના આશરે 200કાર્યકર્તાઓ તેમજ સમગ્ર સમાજના ભાઇઓ-બહેનો વગેરે કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ હતી.આ તકે કમલેશભાઇ મીરાણી અને ધનસુખભાઇ ભંડેરીએ જણાવેલ કે સમાજનમાં અરસ પરસ મદદ, પ્રેમભાવના, ઉદારતા, સેવા અને સંગઠન અતિ આવશ્યક છે ત્યારે સાતમ-આઠમનું આ પર્વશહેરીનજનો રંગે ચંગે માણી શકે તે માટે નજીવા દરમાં મીઠાઈ અને ફરસાણની આ કીટ વિતરણનું કાર્ય કરવા બદલ નરેન્દ્રબાપુને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા.
આ તકે મોહનભાઇ કુંડારીયાએ જણાવેલ કે સમાજમાં વ્યકિતની મોટી જવાબદારી સમાજ કલ્યાણ અને પરમાર્થ છે ત્યારે સુપ્રસિધ્ધ આપાગીગાના ઓટલા દ્વારા વર્ષોથી અવિરત જનસેવા યજ્ઞ ચાલુ છે ત્યારે જન્માષ્ટમી પર્વ નિમિતે સર્વે સમાજના લોકો માટે નરેન્દ્રબાપુ દ્વારા આ ડ્રાયફુટવાળો મોહનથાળ અને ફરસાણ વિતરણ ના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવેલ હતા.
આ તકે ગોવિંદભાઇ પટેલ જણાવેલ કે સમાજ સેવા એ ખરા અર્થમાં વિકાસનો સૂર્યોદય છે ત્યારે નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજબાપુ) દ્વારા તહેવારોના અવસરે બે ધિવસમાં આશરે 15 હજાર પરિવારોને મીઠાઇ અને ફરસાણનું વિતરણ કરીને ખરા અર્થમાં સેવાની સુવાસ ફેલાવાઇ છે તે બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ આપી હતી. આ તકે ડો. પ્રદિપ ડવ અને ડો. દર્શીતાબેન શાહે જણાવેલ કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કૃષ્ણ જન્મોત્સવ પર્વનું અનેરૂ મહત્વ છે ત્યારે લોકો કૃષ્ણ પરમાત્મા તેમજ દેવાધીદેવ મહાદેવ અને માં બહુચરાજીની ભકિત સાથે ઉત્સાહથી તહેવારો ઉજવી શકે તે માટે જન્માષ્ટમીએ આપાગીગાના ઓટલો અને નરેન્દ્રબાપુ જીવરાજ ગૃપ દ્વારા જન આર્શીવાદથી યોજાયેલ આ સેવાકાર્ય બદલ નરેન્દ્રબાપુને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા.
આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના કાર્યકતાઓ આગેવાનો, હોદેદારો તેમજ સમગ્ર સમાજમાંથી આવેલા બહેનો, ભાઇઓ વગેરે કાર્યકતાઓનો અશોકભાઇ નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા ખુબ ખુબ હદયપૂર્વકનો આભાર માનવામાં આવેલ હતો. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેરના મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, શિક્ષણ સમિતિના ચેરમેન અતલ પંડીત, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ તેમજ નરેન્દ્રસિંહ ઠાકર, કોર્પોરેટર રવજીભાઇ મકવાણા, રાજકોટ મહાનગર પાલીકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, શિક્ષણ સમીતી સદસ્ય કિશોરભાઇ પરમાર તથા રવીભાઇ ગોહેલ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
સમાજમાં વ્યકિતની મોટી જવાદારી સમાજ કલ્યાણ અને પરમાર્થ છે ત્યારે સુપ્રસિધ્ધ આપાગીગા ઓટલા દ્વારા વર્ષોથી અવિરત જનસેવા યજ્ઞ ચાલુ છે ત્યારે જન્માષ્ટમી પર્વ નિમિતે સર્વે સમાજના લોકો માટે નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ) દ્વારા સેવા કાર્યને બિરદાવી અભિનંદન પાઠવતા સાંસદ મોહનભાઇ કુંડારીયા
સમાજ સેવા એ ખરા અર્થમાં વિકાસનો સૂર્યોદય છે ત્યારે નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજબાપુ) દ્વારા તહેવારોના અવસરે 15 હજાર પરિવારોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરીને ખરા અર્થમાં સેવાની સુહાસ ફેલાવી છે : ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ
સમાજમાં અરસપરસ મદદ, પ્રેમ-ભાવના, ઉદારતા, સેવા અને સંગઠન અતિ આવશ્યક છે ત્યારે સાતમ-આઠમનું આ પર્વ શહેરીજનો રંગેચંગે માણી શકે તે માટે નજીવા દરમાં મીઠાઈ અને ફરસાણની આ કીટ વિતરણનું કાર્ય કરવા બદલ નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ) ને ખુબ ખુબ અભિનંદન : કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી
સમગ્ર રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રના આગેવાનો, સ્વયંસેવકો, કાર્યકર્તા ભાઇઓ-બહેનો તેમજ સમગ્ર જનતાનો અમો હદયપૂર્વક આભાર માનીએ છીએ : અશોકભાઈ એન. સોલંકીભકિત સાથે ઉત્સાહથી તહેવારો ઉજવી શકે તે માટે જન્માષ્ટમી નરેન્દ્રભાઇ (નરેન્દ્રબાપુ) , જીવરાજગૃપ દ્વારા જન આશિર્વાદથી યોજાયેલા આ સેવાકાર્ય બદલ નરેન્દ્રબાપુને ખુબ ખુબ અભિનંદન : ડો. પ્રદિપ ડવ, ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, અતુલભાઇ પંડીત, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ