સવારે ચા-નાસ્તો અને આખો દિવસ શુધ્ધ ઘીની મીઠાઇઓ, ફરસાણ, દાળ, ભાત, શાક, રોટલી, છાશ વગેરેનો મહાપ્રસાદ: ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સેંકડો ભાવિકો માટે સુવિધાસભર સેવાયજ્ઞ
અબતક,રાજકોટ
આભને ઓવરણા લઇ વાદળ સાથે વાતો કરતા ગરવા ગિરનારની ગોદમાં 25 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી પરંપરાગત મહાશિવરાત્રી મહોત્સવ યોજનાર છે . તે નિમિતે આપાગીગાનો ઓટલો , ચોટીલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા મહંત હરિગિરિબાપુના સ્થાનક લાલસ્વામીની જગ્યામાં , ભગીરથવાડીની સામે , ભવનાથ જૂનાગઢ ખાતે સતત છઠ્ઠા વર્ષ સંપૂર્ણપણે સેવાના ભાવ સાથે નિ:શૂલ્ક જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે.
શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) જણાવ્યુ છે કે વિશ્વ પ્રસિધ્ધ જુનાગઢ ના મહાશિવરાત્રી મેળામાં શ્રી આપાગીગા ના ઓટલા દ્વારા લાલ સ્વામી જગ્યામાં અન્નક્ષેત્ર નું આયોજન કરવામાં આવેલ છે જયાં દરરોજ સવારે 7 થી 10 વાગ્યા સુધી ચા – નાસ્તો પ્રસાદ અપાશે . સવારે 10-30 વાગ્યા થી રાત્રે 11 સુધી મહાપ્રસાદ પીરસવામાં આવશે .આજે બુધવારથી જ અન્નક્ષેત્રનો શુભારંભ થઈ જશે.શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ એ જણાવેલ કે ભાવિકાને દરરોજ શુદ્ધ ઘી ની બે મીઠાઇઓ , ફરસાણ , દાળ – ભાત , બે શાક , રોટલી વગેરેનો મહાપ્રસાદ આપવામાં આવશે . તેમજ દરરોજ સાંજે દાળ – ભાત ના વિકલ્પ સ્વરૂપે કઢી – ખીચડી તેમજ મીઠાઇ , ફરસાણ , રોટલા , રોટલીનો પણ મહાપ્રસાદમાં આપવામાં આવશે . તો મેળામાં આવનાર દરેક ભાઇઓ – બહેનો- વડીલો- માતાઓ – યુવાનો – બાળકો સૌને શ્રી આપાગીગા તેમજ ભોલેનાથ અને માં ભગવતીનો મહાપ્રસાદ લેવા આવવા માટે અમારૂ આપ સૌને હદયપૂર્વકનું નિમંત્રણ છે . અઠવાડિયામાં લાખો લોકો દ્વારા આ મહાપ્રસાદનો લાભ લેશે તેવી ધારણાઓ રાખવામાં આવી રહી છે .
રાજકોટ શહેર , જુનાગઢ શહેર , જુનાગઢ જીલ્લો , અમરેલી , સાવરકુંડલા , મહુવા , વગેરે વિસ્તારમાંથી શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતીના યુવાનો દ્વારા આ મેળાની અંદર સંપૂર્ણ પણે નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવે છે . તેમજ જુનાગઢ શ્યામધામ મધુરમના સર્વે ટ્રસ્ટ્રીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમ શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજ બાપુના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સંચાલન કરવામાં આવે છે . મહાપ્રસાદના સ્વાદ અને સોડમ સાથે ભાવિકોને સંતોષનો ઓડકાર આવશે . ભજન , ભોજન અને ભક્તનો ત્રિવેણી સંગમરૂપી સંભરણારૂપ બની રહેશે . પરમ પૂજય સદગુરૂદેવ કી જીવરાજબાપુ ગુરૂ શ્રી શામજીબાપુના અસીમ આશિર્વાદથી જાહેર અન્નક્ષેત્રરૂપી મહાપ્રસાદની વ્યવસ્થાઓ કરવામાં આવે છે . જેમાં અમો ફકત અને ફકત નિમિત બન્યાનો અમોને આનંદ છે . વધુ માહિતી માટે શ્રી નરેન્દ્ર બાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ નરેન્દ્રભાઈ સોલંકી મો. 98242 10528 ઉપર સંપર્ક સાધવો.