કથા આરંભ પૂર્વ વ્યાસપીઠ પરથી બે મિનિટનું મોન પાળી મૃતકોને અપાઈ ભાવાંજલી
રાજકોટમાં શેઠ હાઇસ્કુલ ખાતે આપા ગીગાના ઓટલાના મહંત પૂ. નરેન્દ્રબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ: છે. આજે સપ્તાહના ત્રીજા દિવસે આરંભ પૂર્વ વ્યાસપીઠ પરથી મોરબીમાં ઝુલતો પુલ તુટવાની કમનસીબી ઘટનામાં 1પ0 થી વધુ લોકોના મોત નિપજયા છે તેઓએ શ્રઘ્ધાંજલી આપવામાં આવી હતી. કથાકાર પૂ. હરિયાણીબાપુ તથા ઉ5સ્થિત તમામ શ્રોતાગણ દ્વારા કથાના આરંભ પૂર્વે બે મિનિટનું મૌન પાળી હતભાગીઓને શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
પૂ. નરેન્દ્રબાપુએ મોરબી દુધર્ટનાના હતભાગીઓને શ્રઘ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે ઘટના ખૂબ જ દુ:ખદ અને હ્રદયને કંપાવી નાંખે તેવી છે. કુદરત પાસે કયારેય કાળા માથાના માનવીનું કશું ચાલ્યું નથી પુલ તુટવાની ઘટનામાં મોતને ભેટેલા તમામને શ્રઘ્ધાંજલી અર્પણ કરીએ છીએ. તમામના આત્માને ચિર શાંતિ મળે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના