સત્તાધારમાં સાધુ-સંતોની વિશાળ હાજરીમાં જીવરાજબાપુએ શાલ ઓઢાડી આશિર્વાદ આપ્યા
સતાધારના પૂ.મહંત શામજીબાપુ ગુ‚ લક્ષ્મણબાપુના સમયથી એક પરંપરા ચાલી આવે છે કે જુનાગઢ ખાતે શિવરાત્રીનો મેળો સંપન્ન થયા બાદ દરેક અખાડાના સાધુ-સંતો-મહંતો-ગાદીપતીઓ સતાધાર ખાતે એકત્ર થઈ પ્રસાદ ગ્રહણ કરી આપાગીગાના આશીર્વાદ મેળવે છે તે પરંપરા સતાધારના મહંત જીવરાજબાપુ, શામજીબાપુએ જાળવી રાખી છે. સતાધાર ખાતે દર વર્ષની માફક બહુ વિશાળ સંખ્યામાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ મહામંડલેશ્ર્વરની ઉપાધી આપવામાં આવી છે.
આપાગીગા ઓટલાના મહંત મહામંડલેશ્ર્વર અને ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ)એ જણાવ્યું હતું કે દેને કો ટુકડા ભલા, લેને કો હરીનામના સુત્રને સૌરાષ્ટ્રની ધરતીએ ખરાઅર્થમાં સાકાર કર્યું છે ત્યારે આપાગીગાની જગ્યા સતાધારના પૂ.મહંત જીવરાજબાપુ ગુ‚ શામજીબાપુ, લઘુમહંત વિજયબાપુ ગુ‚ જીવરાજબાપુ તથા આપાગીગાનો ઓટલો, ચોટીલાના મહંત નરેન્દ્રબાપુ ગુ‚ જીવરાજબાપુ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.ભવનાથળમાં પંચ દશનાથ જુના અખાડા દ્વારા આહવાહન અખાડા, અગ્ની અખાડા તેમજ દરેક અખાડાની ઉપસ્થિતિમાં પૂજય જીવરાજબાપુ, ગુ‚ શામજીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આપાગીગાના ઓટલા-ચોટીલાના મહંત નરેન્દ્રબાપુને મહામંડલેશ્ર્વર તરીકે ઉપાધી આપવામાં આવી હતી. આ તકે સતાધાર ખાતે જુના અખાડાના હરીગીરીજીબાપુ તેમજ પ્રેમગીરીજીબાપુ દ્વારા અગ્ની અખાડા પૂ.ગોપાલાનંદજીબાપુ સતાધાર જગ્યાના જીવરાજબાપુ, ગુ‚ શામજીબાપુ, વિજયબાપુ દરેક અખાડાના મહંતો, સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં આપાગીગાનો ઓટલો, ચોટીલાના મહંત નરેન્દ્રબાપુને શાલ ઓઢાડી, ફુલહારથી સ્વાગત કરી મહામંડલેશ્ર્વર ઉપાધી આપવાની ઘોષણા કરી હતી.
મહામંડલેશ્ર્વર નરેન્દ્રબાપુએ જણાવ્યું હતું કે વર્ષોથી જાહેર જીવનના માધ્યમથી પ્રાથમિક પ્રશ્ર્નોથી લઈ અને અનેક લોકપ્રશ્ર્નોને વાચા આપવા સતત તત્પર રહ્યો છું ત્યારે સમાજ જીવનમાં એક ભગીરથ કાર્ય કરવાના આશયથી આપાગીગાના ઓટલાના મહંત તરીકે ખેસ ધારણ કરી સતત લોકસેવાને માધ્યમ ગણ્યું છે ત્યારે જયારે સાધુ-સંતો, અખાડાના મહંતો દ્વારા મહામંડલેશ્ર્વરની ઉપાધિ આપવામાં આવી છે ત્યારે લોકસેવાની સાથે સંત સેવા કરવાનો એક અમુલ્ય અવસર પ્રાપ્ત થયો છે અને તેના માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને દરેક અખાડા તેમજ સાધુ-સંતો અને મહંતોના પ્રશ્ર્નોનેવાચા આપવા હંમેશા અગ્રેસર રહીશ.